મોરબી : મહિલા ઉપર છરી વડે હુમલો કરનાર શખ્સને બે વર્ષની કેદ

- text


મોરબી : મોરબીમાં સ્ત્રી ઉપર છરી વડે હુમલો કરવાના વર્ષ 2003ના કેસમાં નામદાર કોર્ટે આજે ચુકાદો જાહેર કર્યો છે. જેમાં નામદાર કોર્ટ દ્વારા આરોપીને બે વર્ષની સજા ફટકારવામાં આવી છે.

મળતી વિગત અનુસાર લક્ષ્મીબેન નામના મહિલા વર્ષ 2003માં પોતાના ઘરની બાજુમાં આવેલ દુકાને વસ્તુ લેવા માટે ગયા હતા. ત્યારે આરોપી દિનેશ ઘોઘાભાઈ વરાણીયાએ દુકાને વસ્તુ લેવા માટે ન આવવાનું કહ્યું હતું. જેથી ફરિયાદી પોતાના ઘરે ચાલ્યા ગયેલ હતા. બાદમાં આરોપીએ તેમની પાછળ આવી ઘર પાસે છરી વડે હુમલો કરી લક્ષ્મીબેન તથા તેમના બહેન ચંપાબેનને ઇજા પહોંચાડી હતી.

- text

આ કેસ એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ એન.સી. જાધવ સાહેબની કોર્ટમાં ચાલી જતા ફરિયાદ પક્ષે 16 સાહેદો તથા ૧૪ દસ્તાવેજી પુરાવાના આધારે તથા સરકારી વકીલ મનીષ એલ પંડ્યાની ધારદાર દલીલોના આધારે આરોપીને બે વર્ષની સજા કરવાનો હુકમ કરેલ છે.

- text