હળવદમાં પાણી પ્રશ્ને મહિલાઓ રણચંડી બની

- text


હળવદમાં પાણી પ્રશ્ને મહિલાઓનો સરા રોડ પર ચક્કાજામ

12 કલાકમાં પાણી નહિ મળે તો પાલિકાને તાળાબંધી

હળવદ:હળવદમાં ભર ચોમાસે પાલિકા દ્વારા પાણી વિતરણ ન કરવામાં આવતા અકળાયેલી મહિલાઓ રણચંડી બની હતી અને સાંજે સરા રોડ ઉપર ચક્કાજામ કરી જો 12 કલાકમાં પાણી નહિ આપવામાં આવે તો પાલિકાને તાળાબંધી કરવા ચીમકી ઉચ્ચારી છે

હળવદ શહેરના વોર્ડ નંબર 5 માં આવેલ રૂદ્ર ટાઉનશીપ-1 અને-2 માં પાછલા ઘણા દિવસોથી પાલિકા દ્વારા પાણી વિતરણમાં ધાંધિયા કરવામાં આવતા હોવાથી આ વિસ્તારના લોકોની ધીરજ ખૂટી હતી અને મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો સરા રોડ પર ઉતરી આવી ચક્કાજામ કરી પાલિકા વિરુદ્ધ નારેબાજી કરી હતી

રૂદ્ર ટાઉનશીપ-1 અને-2 માં રહેતા લોકો ન છૂટકે વેચાતું પાણી લાવી રહ્યા છે પાલિકા તંત્રમા અને અહીંથી મત મેળવી ચૂંટાઇ આવેલા પાલિકાના સદસ્યોને રજૂઆતો કરવા છતાં પણ આ વિસ્તારના લોકોની પાણીની સમસ્યા દૂર થવાનું નામ નથી લેતી જેથી આજે મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો સોસાયટી પાસેથી પસાર થતા સરા રોડ પર ચક્કાજામ કરી હળવદ પાલિકા હાઈ-હાઈ ના નારા લગાવ્યા હતા

બીજી તરફ આ વિસ્તારની મહિલાઓએ એ પણ ચિમકી ઉચ્ચારી છે કે હવે પછીના 12 કલાક બાદ જો પાલિકા તંત્ર પાણીની સમસ્યા દૂર નહીં કરે તો પાલિકા કચેરીને તાળાબંધી કરવામાં આવશે જેથી હવે જોવાનું એ રહ્યું કે પાલિકા તંત્ર રુદ્ર ટાઉનશીપ વિસ્તારના લોકોની પાણીની સમસ્યા ક્યારે હલ કરે છે..??

- text

- text