મોરબીમાં ટેક્નોલૉજી અંગે કાલે મંગળવારથી પાંચ દિવસ નિ:શુલ્ક સેમિનાર

- text


મોરબી : આવનાર દિવસોમાં ટેકનોલોજી ખરેખર આપણા દરેકના જીવનમાં અભૂતપૂર્વ પરિવર્તન લાવનાર છે.આ ટેકનોલોજી આપના બાળકોના દરેક ધંધા રોજગાર નોકરી પર અસર કરનાર છે. જો આવનાર સમયમાં ટેકનોલોજીની જાણકારી હશે તો તમારુ બાળક ભવિષ્યમા ઉજ્જવળ કારકિર્દી ઘડી શકશે. માટે આવું માર્ગદર્શન પૂરું પાડવા માટે ટેક્નોસ્ટાર દ્વારા સેમિનારનું.આયોજન કરવામાં આવ્યું છે.

આ સેમિનાર તા. ૧૨ને મંગળવાર, તા. ૧૪ને ગુરુવાર, તા.૧૫ને શુક્રવાર, તા.૧૬ને શનિવાર, તા.૧૭ને રવિવાર સમય સાંજે ૬ થી ૭ ટેક્નોસ્ટાર, રવાપર ધુનડા રોડ, ક્રિષ્ના સ્કુલ પાસે, ગોકુલ ફાર્મની સામે પટેલ ફુડ ઝોન ઉપર રાખેલ છે. આ સેમિનારમાં બાળકો ધોરણ ૧ થી ૧૨ તથા કોલેજના વિદ્યાર્થીઓ અને વાલીઓ જોડાઈ શકે છે.દરેક સેમિનારમા ૨o સીટ ઉપલબ્ધ હશે. સેમિનારમા જોડાવા માટે મો.નં. 79843 78128 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- text

- text