મોરબી જિલ્લામાં કાલે મંગળવારે 175 સ્થળોએ વેકસીનેશન : 18,190 ડોઝ ફાળવાયા

- text


 

ગઈ કાલે મેગા વેકસીનેશન અભિયાન હેઠળ 19529 લોકોને વેકસીન અપાઈ

મોરબી : મોરબી જિલ્લામાં આવતીકાલે મંગળવારે 175 સ્થળો ઉપર વેકસીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે 18,190 ડોઝ ફાળવવામાં આવ્યા છે. આ કેમ્પમાં બાકી હોય તેવા નાગરિકોને વેકસીન લેવા આરોગ્ય વિભાગે અપીલ કરી છે.

- text

મોરબી જિલ્લામાં વેકસીનેશનની કામગીરીને તેજ બનાવવામાં આવી છે. ગઈકાલે રવિવારના રોજ જિલ્લામાં વેકસીનની મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 184 સ્થળોએ વેકસીન આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કેમ્પમાં 45 પ્લસ 4244, 18થી 44 વર્ષના 15277 અને ખાનગી હોસ્પિટલમાં 9 લોકો મળી 19529 લોકોને વેકસીન આપવામાં આવી હતી.

ત્યારબાદ હવે આવતીકાલે મંગળવારના રોજ 175 સ્થળોએ વેકસીનેશનની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેના માટે 18190 ડોઝ ફાળવવામાં આવ્યા છે.

- text