માળીયાના સરવડ ગામે 11મીએ સર્વરોગ આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પ

- text


સુવર્ણપ્રાશનના ટીપાં, કોરોના રોગ પ્રતિકાર દવા વિતરણ, ડાયાબીટીસની તપાસ-માર્ગદર્શન અને આયુર્વેદ સારવાર અપાશે

મોરબી : માળીયા પંથકના લોકો માટે માળીયાના સરવડ ગામે 11મીએ સર્વરોગ આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુવર્ણપ્રાશનના ટીપાં, કોરોના રોગ પ્રતિકાર દવા વિતરણ, ડાયાબીટીસની તપાસ-માર્ગદર્શન અને આયુર્વેદ સારવાર અપાશે.

આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત-મોરબી હસ્તકના સરકારી આયુર્વેદ દવાખાના-ભાવપર, મોટા દહીસરા અને જુના ઘાટીલા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવને અનુલક્ષીને નિયામક આયુષ અને જિલ્લા આયુર્વેદ અધિકારી મોરબીના માર્ગદર્શન હેઠળ સરવડ પ્રાથમિક શાળા- સરવs ખાતે તા. 11/10/2021 ને સોમવાર ના રોજ સવારે 9 થી બપોરે એક વાગ્યા સુધી વિવિધ આરોગ્ય સેવા આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

જેમાં સર્વ રોગ આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પ, સુવર્ણપ્રાશન ( ૧ થી ૧૬ વર્ષ ના બાળકો માટે), અગ્નિકર્મ – (સાંધાનાં કોઇપણ પ્રકારનાં દુખાવાં માટે તાત્કાલિક અસરકારક અગ્નિકર્મ સારવાર), કોરોના રોગ પ્રતિકાર દવા વિતરણ, ડાયાબીટીસની તપાસ-માર્ગદર્શન અને આયુર્વેદ સારવાર, લાઈવ ઉકાળા વિતરણ કરાશે. આ કેમ્પમાં વૈદ્ય શ્રીબા જાડેજા (મે. ઓ. ભાવપર), વૈદ્ય દિપ્તી કડેચા (એમ.ઓ.મોટા દહીસરા),વૈદ્ય અલ્તાફ શેરશિયા ( એમ. ઓ. જુના ઘાટીલા) સહિતના ડોકટરો ફરજ બજાવશે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text