મોરબીમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટ્રેઈનર દ્વારા NCC કેડેટ્સને ફાયર અને સેફ્ટી અંગે રેસ્ક્યુ તાલીમ અપાઈ

- text


મોરબી : મોરબીમાં એમ. એમ. સાયન્સ કોલેજ ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટ્રેઈનર દ્વારા એન.સી.સી. કેડેટ્સને ફાયર અને સેફ્ટી અંગે રેસ્ક્યુ તાલીમ અપાઈ હતી.

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત અને તેમની કચેરી દ્વારા સંચાલિત ગુજરાતમાં સાહસિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન કાર્યક્રમનું આયોજન જીલ્લા યુવા વિકાસ અધિકારી, મોરબી દ્વારા જીલ્લામાં કરવામાં આવેલ છે. જેમાં સાહસિક પ્રવૃત્તિઓને લગતી શિબિર રાખવામાં આવેલ છે.

જેના અંતર્ગત મોરબીમાં કલેક્ટરના આદેશ મુજબ એમ. એમ. સાયન્સ કોલેજ ખાતે મોરબી ફાયર સ્ટાફ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટ્રેઈનર અજય સોલંકી દ્વારા એન.સી.સી. કેડેટ્સને ફાયર અને સેફ્ટી અંગે રેસ્ક્યુ તાલીમ આપવામાં આવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text