મોરબીમાં સેન્ટ્રલ જીએસટી ખાબક્યું : મેપ્સ સિરામીક સહિતની ફેકટરીઓમાં તપાસ

- text


સિરામીક ઉદ્યોગ એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિમાં ઉપાધિ ઉપર ઉપાધિ

મોરબી : સિરામિક હબ મોરબીમાં ઉદ્યોગકારો ઉપર ઉપાધિ માથે ઉપાધિ આવી પડી હોય તેવી સ્થિતિમાં આજે ઉંચી માંડલ રોડ ઉપર સેન્ટ્રલ જીએસટીની ટીમો ત્રાટકતા સિરામીક આલમમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

એક તરફ મંદી, બીજી તરફ એક્સપોર્ટમાં ફટકા અને ઉપર જતા રો મટીરીયલ અને નેચરલ ગેસના ભાવ વધારાના ડામ વચ્ચે સિરામીક ઉદ્યોગ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા જજુમી રહ્યું છે તેવા સમયે જ આજે મોરબી – હળવદ રોડ ઉપર ઉંચી માંડલ નજીક આવેલી ફેકટરીઓમાં સી-જીએસટી એટલે કે સેન્ટ્રલ જીએસટીની ટીમો ખાબકતા સિરામીક ઉદ્યોગકારોને પરસેવો વળી ગયો છે.

વધુમાં સેન્ટ્રલ જીએસટીની ટીમો દ્વારા હાલમાં ઉંચી માંડલ નજીક આવેલ મેપ્સ ગ્રેનિટો સહિતના એકમોમાં તપાસનો ધમધમાટઃ શરૂ કર્યો છે અને ઉંચી માંડલ વિસ્તારના સિરામીક એકમોમાં દરોડા બાદ મોરબીના અન્ય વિસ્તારમાં આવેલા સિરામીક એકમોમાં પણ ફફડાટ મચી જવા પામ્યો છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text