મોરબી જિલ્લાની 319 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે તૈયારી શરૂ

- text


રાજ્યની 10,000 ગ્રામ પંચાયતોની મુદત ડિસેમ્બર માસમાં પૂર્ણ થતી હોય આગામી મહિને ચૂંટણી જાહેર થવાની શકયતા
લાંબા સમય બાદ ગ્રામ્ય પ્રજાને ઇવીએમને બદલે બેલેટ પેપરથી મતદાન કરવા મોકો મળશે

મોરબી : વિધાનસભાની ચૂંટણી પૂર્વે વધુ એક ચૂંટણી માટે તૈયારીઓનો ધમધમાટ શરૂ થયો છે. રાજ્યની 10 હજાર ગ્રામ પંચાયતોની મુદત ડિસેમ્બર મહિનામાં પૂર્ણ થતી હોવાથી સંભવતઃ નવેમ્બર માસમાં જાહેરનામું પ્રસિદ્ધ થવાની શક્યતા વચ્ચે મોરબી જિલ્લાની 352 પૈકી 319 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે તંત્ર સજ્જ બન્યું છે.

રાજયમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય પક્ષોનું પાણી માપવા ગ્રામ્ય સ્તરે ચૂંટણીનો મોટો રાઉન્ડ આવી રહયો છે. રાજયમાં દસ હજાર જેટલી ગ્રામ પંચાયતોની મુદત ડિસેમ્બરમાં પુરી થઈ રહી હોય સામન્ય ચૂંટણી માટે તંત્ર સજ્જ બન્યું છે. મોરબી જિલ્લામાં 319 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેની કવાયત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. આ ચૂંટણીઓમાં મતદારોને ઇવીએમને બદલે બેલેટ પેપરથી મતદાન કરવાનો અને સાથે ચીઠ્ઠીઓ મુકવાનો મોકો પણ મળશે.

સંભવતઃ નવેમ્બરનાં પહેલા અથવા બીજા અઠવાડિયામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓનો વિધિવત કાર્યક્રમ જાહેર કરવામાં આવે તેવી શકયતા છે. દિવાળી આસપાસ જાહેરનામુ બહાર પડતાની સાથે ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને આચારસંહિતા લાગુ પડી જશે. વિધાનસભાની ચૂંટણી પહેલા ગામડાઓમાં પોતાના પક્ષના સરપંચો આવે તે માટે નેતાઓ અત્યારથી રાજકીય ગણિતના સરવાળા બાદબાકીમાં વ્યસ્ત બન્યા છે. જો કે, ગ્રામ પંચાયતની ચૂંટણી કોઈ પક્ષનાં બેનર હેઠળ લડાતી નથી પરંતુ રાજકીય પક્ષોનું પાણી અહીં મપાઈ જતું હોય શાસકપક્ષ અત્યારથી જ ગ્રામ્ય પ્રજાના પ્રશ્નો ઉકેલવા અને વિકાસના કામો માટે પ્રયત્નશીલ બન્યો છે.

- text

ઉલેખનિય છે કે મોરબી જિલ્લાની 352 ગ્રામ પંચાયતો છે જે પૈકી 319 ગ્રામ પંચાયતોની ડિસેમ્બરમાં મુદત પૂરી થઈ રહી હોવાનું જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા સતાવાર રીતે જણાવાયું છે. પંચાયતોની ચૂંટણીમાં ફોર્મ ભરવા સહિતની પ્રક્રિયા અને પ્રચાર સહિત ર૦ – રપ દિવસનો સમયગાળો રહેતો હોય છે તેને ધ્યાને લેતા નવેમ્બરનાં પહેલા અથવા બીજા અઠવાડિયામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થાય તેવી શકયતા છે.

ડીસેમ્બર-21માં મોરબી જિલ્લામાં યોજાનાર ગ્રામ પંચાયતોની ચુંટણીમાં મોરબી તાલુકામાં 86,
માળીયા(મી) તાલુકામાં 41, ટંકારા તાલુકામાં 44, વાંકાનેર તાલુકામાં 86 અને હળવદ તાલુકામાં 62 ગ્રામ પંચાયતોની મુદત પૂર્ણ થઈ રહી હોય મોરબી જિલ્લામાં કુલ 352 પૈકી 319 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાશે. ગ્રામ પંચાયતોની આ સામાન્ય ચૂંટણીમાં ગ્રામ્ય પ્રજાજનોને લાંબા સમય બાદ ઇવીએમને બદલે બેલેટ પેપરથી મતદાન કરવાનો લ્હાવો મળશે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text