મોરબી જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતાલક્ષી વિવિધ કાર્યક્રમો યોજાયા

- text


મોરબી : આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે મોરબી જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતાલક્ષી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

આઝાદીના 75 વર્ષ નિમિતે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશને વધુ વેગવંતુ બનાવવા રાજ્યની તમામ ગ્રામ પંચાયતોમાં ઓકટોબર માસમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મોરબી જિલ્લામાં પણ વિવિધ સ્વચ્છતાલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં માવ્યુ છે.

ગાંધીજીના સ્વપ્નને સાકાર કરવા બીજી ઑક્ટોબરના રોજ ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં તેમજ મોરબી તાલુકાના ગાળા ગામે નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મોરબીની હાજરીમાં ખાસ ગ્રામ સભાઓ યોજવામાં આવી હતી. ગ્રામ સભામાં સ્વચ્છતાને લગતા સોકપીટ, કમ્પોસ્ટપીટ તેમજ ગામને સિંગલ યુઝ પ્લાસ્ટીક મુક્ત કરવા ઉપસ્થિત લોકોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

મોરબી જિલ્લામાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી તેમજ 100 દિવસ ઝુંબેશ અંતર્ગત આયોજીત કાર્યક્રમો હેઠળ ગ્રામ પંચાયતોમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત થનાર પ્રવૃત્તિઓના બહોળા પ્રચાર પ્રસારના ભાગ રૂપે સામુહિક સ્થળોની સફાઇ, પ્રવાહી તેમજ ઘન કચરા વ્યવસ્થાપન અને પ્લાસ્ટીક કચરાનો યોગ્ય નિકાલ થાય તેવા મુદાઓને ધ્યાને લઈ બહોળા પ્રમાણમાં જન ભાગીદારીની ઉપસ્થિતીમાં સ્વચ્છતા સંવાદ યોજવામાં આવેલ તેમજ મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં સ્વચ્છતા શપથ, નિબંધ સ્પર્ધા તેમજ ચિત્ર સ્પર્ધા યોજાઈ, જિલ્લાના તમામ તાલુકાઓમાં વૃક્ષારોપણ, જાહેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સફાઇ, શૌચાલયના વપરાશ પ્રત્યે સજાગ કરવા સ્વચ્છ સર્વેક્ષણ 2021 અન્વયે ગ્રામ્ય કક્ષાએ લોકોને જણ કરવા વિવિધ IEC પ્રવૃતીઓ હાથ ધરવામાં આવી હતી જિલ્લામાં સિંગલ પ્લાસ્ટીક યુઝ વ્યવસ્થાપન અંતર્ગત સફાઇ કામ કરાવવામાં પ્રજાજનોની મહત્વપૂર્ણ જનભાગીદારી નોંધાઇ રહી છે.

મોરબિ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ ફેઝ-2 અંતર્ગત સ્વચ્છતા જાળવવા જિલ્લાના તમામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ સ્વચ્છતા લક્ષી કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text