ટંકારા લતીપર ચોકડી પાસે દેશી બનાવટની પીસ્તોલ સાથે એક ઝડપાયો

- text


 

મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લોની ટીમેં બાતમીના આધારે આરોપીને દબોચી લીધો

મોરબી : મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લોની ટીમેં આજે બાતમીના આધારે ટંકારા લતીપર ચોકડી પાસેથી દેશી બનાવટની મેગ્ઝન વાળી પીસ્તોલ નંગ-૦૧ કી.રૂ. ૧૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી લીધો હતો. આ આરોપી સામે આમર્સ એકટ હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી જિલ્લામાં ગેરકાયદેસર હથીયાર શોધી કાઢવા માટે એલ.સી.બી. મોરબીના પો.સબ.ઇન્સ. એન.બી.ડાભી તથા સ્ટાફના માણસો કામગીરી કરવા સારૂ પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પો.સબ.ઇન્સ. એન.બી.ડાભીને ખાનગીરાહે હકિકત મળેલ કે,એક શખ્સ ટંકારા લતીપર ચોકડી રાજશકિત હોટલ સામે રોડ ઉપર કોઇ વાહનની રાહ જોઇ ઉભેલ હોય જેના પેન્ટના નેફામાં હથીયાર દેશી હાથ બનાવટની પીસ્તોલ છે. તેવી ચોકક્સ બાતમી હકીકત મળેલ હોય જે હકિકત આધારે ટંકારા લતીપર ચોકડી પાસે આવેલ રાજશકિત હોટલ પાસે રોડ ઉપરથી આરોપી રતાભાઇ ખોડાભાઇ રાતડીયા ઉ.વ. ૨૯ ધંધો વેપાર રહે રાજકોટ ૧૫૦ ફુટ રીંગ રોડ, રામાપીર ચોકડી બંસીધર પાર્ક પ્લોટ નં-૮૭૧ મુળ સામપર (માધાપર) તા.જોડીયા જી.જામનગર વાળો દેશી બનાવટની મેજીન વાળી પીસ્તોલ નંગ-૧ કિ.રૂ.૧૦,૦૦૦ સાથે મળી આવતા આરોપીને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ કામગીરી વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબી તથા એન.બી.ડાભી પો.સ.ઇ. તથા HC દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, સંજયભાઇ મૈયડ, જયવંતસિંહ ગોહીલ, દશરથસિંહ ચાવડા તથા ભગીરથસિંહ ઝાલા, નંદલાલ વરમોરા, રણવીરસિંહ જાડેજાએ કરી હતી.

- text