MCX ડેઇલી રિપોર્ટ : કોટનમાં 32,426 ગાંસડીના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં રૂ.710નો ઘટાડો

- text


 

સોના-ચાંદીના વાયદાના ભાવમાં નરમાઈઃ ક્રૂડ તેલમાં વૃદ્ધિઃ રબર, મેન્થા તેલ, કપાસમાં ઘટાડોઃ સીપીઓના વાયદામાં સુધારાનો સંચારઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 96 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 163 પોઈન્ટની મૂવમેન્ટ

મોરબી : દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 1,39,380 સોદાઓમાં કુલ રૂ.10,597.30 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના વાયદામાં 96 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના વાયદામાં 163 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 63,378 સોદાઓમાં કુલ રૂ.3,056.26 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.46,532ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.46,624 અને નીચામાં રૂ.46,341 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.139 ઘટી રૂ.46,367ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

આ સામે ગોલ્ડ-ગિની કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.60 ઘટી રૂ.37,342 અને ગોલ્ડ-પેટલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.7 ઘટી રૂ.4,635ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની વાયદો 10 ગ્રામદીઠ રૂ.46,299ના ભાવે ખૂલી, રૂ.4 વધી રૂ.46,319ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.60,517 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,923 અને નીચામાં રૂ.60,070 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.376 ઘટી રૂ.60,174 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો કોન્ટ્રેક્ટ રૂ.334 ઘટી રૂ.60,438 અને ચાંદી-મિની કોન્ટ્રેક્ટ રૂ.340 ઘટી રૂ.60,432 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં 10,073 સોદાઓમાં રૂ.1,819.32 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.3.75 વધી રૂ.231.80 અને જસત કોન્ટ્રેક્ટ રૂ.2.50 વધી રૂ.256ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ કોન્ટ્રેક્ટ રૂ.9.75 વધી રૂ.718.10 અને નિકલ કોન્ટ્રેક્ટ રૂ.12.5 વધી રૂ.1,396.80 તેમ જ સીસું કોન્ટ્રેક્ટ રૂ.0.80 વધી રૂ.184ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં 37,872 સોદાઓમાં કુલ રૂ.3,399.20 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,601ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,662 અને નીચામાં રૂ.5,601 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.38 વધી રૂ.5,654 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.7.70 વધી રૂ.426.80 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં 1,778 સોદાઓમાં રૂ.191.49 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,519ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1521 અને નીચામાં રૂ.1505 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.14.50 ઘટી રૂ.1,514.50 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર વાયદો 100 કિલોદીઠ રૂ.17,100ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.17,100 અને નીચામાં રૂ.16,950 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.26 ઘટી રૂ.17,023ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,125.10ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1131.50 અને નીચામાં રૂ.1125.10 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.4.40 વધી રૂ.1131.10 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.5.40 ઘટી રૂ.917.30 અને કોટન કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.710 ઘટી રૂ.28,100 બોલાઈ રહ્યો હતો.

- text

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 9,859 સોદાઓમાં રૂ.1,389.10 કરોડનાં 2,989.312 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 53,519 સોદાઓમાં કુલ રૂ.1,667.16 કરોડનાં 274.895 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.189.17 કરોડનાં 8,215 ટન, જસતના વાયદાઓમાં રૂ.143.40 કરોડનાં 5,625 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.895.09 કરોડનાં 12,5350 ટન, નિકલના વાયદાઓમાં રૂ.492.60 કરોડનાં 3,532.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.99.06 કરોડનાં 5,395 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 13,107 સોદાઓમાં રૂ.1,061.52 કરોડનાં 18,84,500 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 24,765 સોદાઓમાં રૂ.2,337.68 કરોડનાં 5,43,38,750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 10 સોદાઓમાં રૂ.0.30 કરોડનાં 40 ટન અને કોટનના વાયદાઓમાં 1,095 સોદાઓમાં રૂ.91.15 કરોડનાં 32425 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 83 સોદાઓમાં રૂ.3.44 કરોડનાં 37.44 ટન, રબરના વાયદાઓમાં 22 સોદાઓમાં રૂ.0.37 કરોડનાં 22 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 568 સોદાઓમાં રૂ.96.23 કરોડનાં 8,560 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,341.567 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 675.343 ટન, એલ્યુમિનિયમમાં 12,165 ટન, જસત વાયદામાં 6,815 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 10,372.500 ટન, નિકલ વાયદામાં 3,616.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 5,735 ટન, ક્રૂડ તેલમાં 10,84,700 બેરલ અને નેચરલ ગેસમાં 1,08,71,250 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 172 ટન, કોટનમાં 86375 ગાંસડી, મેન્થા તેલમાં 467.64 ટન, રબરમાં 78 ટન, સીપીઓમાં 65,110 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,388 સોદાઓમાં રૂ.113.66 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 592 સોદાઓમાં રૂ.44.49 કરોડનાં 644 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 796 સોદાઓમાં રૂ.69.17 કરોડનાં 868 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 2,130 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,026 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ વાયદો 13,832ના સ્તરે ખૂલી, ઊપરમાં 13,866 અને નીચામાં 13,770ના સ્તરને સ્પર્શી, 96 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 44 પોઈન્ટ ઘટી 13,779ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ વાયદો 15,856ના સ્તરે ખૂલી, 163 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 174 પોઈન્ટ વધી 15,991ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 24,891 સોદાઓમાં રૂ.2,017.37 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.134.98 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.48.06 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,833.61 કરોડનાં કામકાજ થયાં હતાં.

- text