પ્રથમ માળેથી નીચે પટકાતા યુવાનનું મોત

- text


ટંકારાના વિરપર ગામની ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી

ટંકારા : ટંકારાના વિરપર ગામે પ્રથમ માળેથી નીચે પટકાતા યુવાનનું મોત નીપજ્યું હતું. આ બનાબની પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

ટંકારા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા તાલુકાના વીરપર ગામની સીમમાં આવેલ જે.પી.રોપ્સ એન્ડ ટીવન્સ કારખાનાની ઓરડીમા રહીને મજૂરી કામ કરતા અમરશીભાઇ મનરખનસીંગ લોધી (ઉ.વ.-૩૦) નામનો શ્રમિક ગઈકાલે તા.૧૮ ના રોજ આ કારખાનાના પહેલા માળેથી પડી જતા ઇજા થતા ગંભીર ઇજા થવાથી તેને સારવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવની ટંકારા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ ટંકારા પોલીસ મથકના પો.હેડ.કોન્સ. એમ.પી.ચાવડા ચલાવી રહ્યા છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text