મોરબીમાં ઇલેક્ટ્રિક પોલને કેસરી રંગ કરવા બાબતે કોંગી અગ્રણીની આક્ષેપબાજી

- text


મોરબી : મોરબીમાં ઇલેક્ટ્રિક પોલને કેસરી કલર કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજ્યગુરુએ પાલિકાના સત્તાધીશો અને ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું છે કે સરકારી મિલકત રંગવા માટે સરકારી કલરને બદલે કેસરિયો રંગ પ્રજાના કરવેરાના પૈસાથી કરવામાં આવી રહ્યો છે. આ બાબતે રાજ્યગુરુએ ટિપ્પણી કરી હતી કે ખરેખર ભાજપના પ્રેમમાં પાગલ હોય એ લોકોએ પાલિકાની મિલકતને કેસરિયા કલર કરવાને બદલે પોતાના ઘરને કેસરિયો કલર પોતાના ખર્ચે કરવો જોઈએ. અંતમાં તેઓએ એવું પણ કહ્યું કે કલર કરવાના આ કામ અંગે કોઈ ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યુ નથી.

- text