ઓરપેટે લોન્ચ કર્યો મનીસેવર સ્માર્ટ ફેન : મોબાઈલ ફોનથી કંટ્રોલિંગ સહિતના ફીચર

- text


એલઇડી લાઈટ, સ્લીપ મોડ, સ્માર્ટ રિમોટ, બુસ્ટર, ટાઇમર મોડ સહિતના ફીચર : વીજળીની 65 ટકા બચત

મોરબી : ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં ખ્યાતનામ ઓરપેટે રૂ. 3100માં સ્માર્ટ ફેનની મનીસેવર રેન્જ લોન્ચ કરી છે. જેનાથી વીજળીની 65 ટકા બચત થશે. આ ફેન બીએલડીસી ટેક્નિક ઉપર કામ કરે છે. જે રિમોટ ઉપર કામ કરે છે. આમ ખૂબ વ્યાજબી ભાવમાં ઓરપેટે સ્માર્ટ ફેનની નવી રેન્જ માર્કેટમાં મૂકી છે.

45 જેટલા દેશોમાં ઘરેલુ તથા રસોઈના ઉપકરણોના નિર્માણમાં અગ્રેસર એવા ઓરપેટ ગ્રુપે ગ્રાહકો માટે મનીસેવર ફેનની શ્રેણી લોન્ચ કરી છે. રૂ. 3100ની કિંમતનો આ મનીસેવર સ્માર્ટ ફેન બીએલડીસી ટેક્નિક ઉપર કામ કરે છે. બીએલડીસી ટેક્નિક વીજળીનો વપરાશ ઓછો કરવામાં મદદરૂપ બને છે.

ગ્રાહકો માટે આ ફેન ખૂબ ઉપયોગી સાબિત થશે. મનીસેવર ફેનની રેન્જના પ્રયોગથી વીજળીનું બિલ પણ ઓછું આવશે. આ પર્યાવરણને અનુકૂળ હોવાની સાથે ગ્રાહક માટે સુવિધાજનક પણ છે. ઓરપેટના બીઇઇ 5 સ્ટારનો રેટ ધરાવતો આ ફેન સામાન્ય ફેનની સાપેક્ષે વીજળીનો વપરાશ ઘણો ઓછો કરે છે. સામાન્ય ફેન જ્યાં 75 વોટ વીજળીનો વપરાશ કરે છે. ત્યાં મનીસેવર ફેન માત્ર 28 વોટ વીજળીનો જ વપરાશ કરે છે.

- text

મનીસેવર ફેન સામાન્ય ફેન કરતા ત્રણ ગણો સારી રકતે કામ કરે છે. સાથે વોલ્ટેજના વધ- ઘટ સામે સામાન્ય ફેન કરતા બે ગણો સુરક્ષિત રહે છે. વધુમાં આ ફેનમાં રેગ્યુલેટરની જરૂર રહેતી નથી. કારણકે કંપની દ્વારા આપવામાં આવતી મોબાઈલ એપ વડે જ આ ફેનને ઓપરેટ કરી શકાય છે.

મનીસેવર સ્માર્ટ ફેન એલઇડી લાઈટ, સ્લીપ મોડ, સ્માર્ટ રિમોટ, બુસ્ટર, ટાઇમર મોડની સુવિધા ધરાવે છે. આ ફેનમાં જીવાણુવિરોધી ટેક્નિક છે. જે 99.2 ટકા કીટાણુઓથી સુરક્ષા આપવાનો દાવો કરે છે. આ અંગે ઓરપેટ ગ્રુપના નિર્દેશક નેવીલ પટેલ જણાવે છે કે મનીસેવર ફેન પરવડે તેવા ભાવમાં અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ ફેન છે. જે ગ્રાહકોને પૂરું વળતર આપે છે. આ ફેનથી વીજળીની બચત થાય છે.

- text