ધો. 12ના પરિણામની ફોર્મ્યુલા નક્કી : જુલાઈના બીજા અઠવાડિયામાં રિઝલ્ટ આવશે

- text


ધો. 10ના 50 માર્ક્સ, ધો. 11ના 25 માર્ક્સ તેમજ ધો. 12ના 25 માર્ક ધ્યાનમાં લેવાશે

મોરબી : ગુજરાત શિક્ષણ બોર્ડે ધો.12ના પરિણામની માર્કશીટનું માળખુ જાહેર કર્યું છે. આ ફોર્મ્યુલા પ્રમાણે ધો.10ના પરિણામના 50 માર્ક્સ, ધો.11ના પરિણામના 25 માર્ક્સ તેમજ ધો.12ની સામયિક અને એકમ કસોટીના 25 ગુણ ધ્યાનમાં લેવાશે. જ્યારે જુલાઇના બીજા અઠવાડિયામાં માર્કશીટ મળી જશે.

સીબીએસઇમાં ધોરણ 10ની પરીક્ષાના કોઈપણ ત્રણ વિષયમાં મેળવેલા હાઈએસ્ટ માર્કમાંથી 40% વેઈટેજ છે. જ્યારે ગુજરાત બોર્ડ એ તમામ વિષયોના માર્ક ગણીને તેને 50% વેઇટેજ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે ધો. 12 સાયન્સના 1.40 લાખ અને 5.43 લાખ સામાન્ય પ્રવાહના મળીને કુલ 6.83 લાખ વિદ્યાર્થીની પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો હતો.

- text

CBSEના 12માના રિઝલ્ટની વિગતો જોઈએ તો તેમા 10માં ધોરણના 5 વિષયમાંથી 3 વિષયના સૌથી સારા માર્ક્સની ગણતરી કરવામાં આવશે. એ જ રીતે 11મા ધોરણના પાંચ વિષયોની સરેરાશ ગણવામાં આવશે અને 12મા ધોરણની પ્રી-બોર્ડ એક્ઝામ અથવા પ્રેક્ટિકલ એક્ઝામના નંબરની ગણતરી કરવામાં આવશે. 10મા અને 11મા ધોરણમાં માર્ક્સ 30 ટકા અને 12મા ધોરણમાં માર્ક્સના 40 ટકાના આધારે પરિણામ નક્કી કરવામાં આવશે.

- text