મોરબી જિલ્લામાં જાહેરનામાના ભંગ બદલ 23 સામે કાર્યવાહી

- text


આરટીપીસીઆર રિપોર્ટ વગર ધંધો કરતા 8 ધંધાર્થીઓ સામે કાર્યવાહી

મોરબી : મોરબી જિલ્લામાં પોલીસે શનિવારે 24 કલાક દરમિયાન કોવિડના અલગ-અલગ જાહેરનામાના ભંગ બદલ 23 લોકો સામે કાર્યવાહી કરી હતી. જેમાં પોલીસે આરટીપીસીઆર રિપોર્ટ વગર ધંધો કરવા સમે તવાઈ યથાવત રાખીને કોરોના ટેસ્ટ કે વેકસીન લીધા વગર ધંધો કરતા 8 ધંધાર્થીઓ સામે કાર્યવાહી કરી હતી.

- text

મોરબીમાં પોલીસે રાત્રી કફર્યુનો ભંગ કરી ખોટી રીતે લટાર મારવા નીકળેલા રીક્ષા ચાલક સહિત 5 લોકો, માસ્ક વગર જાહેરમાં નીકળેલા 2, આરટીપીસીઆર રિપોર્ટ વગર ધંધો કરતા જુના કપડાંની લારીના ધારક, પાણીપુરીની લારીના ધારક, નિયમ કરતા વધુ મુસાફરો ભરો માસ્ક તથા સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા 2 રીક્ષા ચાલકો,ટંકારામાં કોરોના ટેસ્ટ કે વેકસીન લીધા વગર ધંધો 3 રીક્ષા ચાલકો, વાંકાનેરમાં માસ્ક વગર જાહેરમાં નીકળેલા 1, નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક તથા સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા 3 રીક્ષા ચાલકો, ઇલેક્ટ્રિકની દુકાનના માલિક, માળીયામાં આરટીપીસીઆર રિપોર્ટ વગર ધંધો કરતા બે કરયીણાની દુકાનના માલિક અને હળવદમાં માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા એક દુકાનદાર સામે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

- text