હાઇવે ઉપર ભેંસ આડી ઉતરતા બે ટ્રક વચ્ચે અકસ્માત : ટ્રકચાલકનું મોત

- text


કચ્છ હાઇવે ઉપર ખીરઈ ગામના પાટિયા નજીકની ઘટના

મોરબી : મોરબી કચ્છ હાઇવે ઉપર થયેલા વિચિત્ર અકસ્માતમાં ભેંસ આડી ઉતરતા ટ્રક અન્ય ટ્રક સાથે અથડાયો હતો જેમાં ટ્રક ચાલકનું મોત નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી કચ્છ હાઇવે ઉપર ખીરઇ ગામના પાટિયા નજીક પસાર થઈ રહેલા ટ્રક રજી. નંબર GJ-12-BY-2502ના ચાલક કમાલખાન બીલાલખાન સમેજા (ઉ.વ.-૨૪ રહે-ઉદસીયાર તા-ચોટન, જી-બાડમેર, રાજસ્થાન) વાળાએ બેદરકારીથી માનવ જીંદગી જોખમાય તે રીતે ટ્રક ચલાવી રોડ ઉપરથી પસાર થતી ભેંસ સાથે અથડાવી ટ્રક પરનો કાબુ ગુમાવી આગળ જતા કોઇ અજાણ્યા ટ્રકના પાછળના ભાગે ભટકાડી ટ્રકને ડીવાઇડર ઉપર ચડાવી દેતા ટ્રક ચાલકનું મોત નીપજ્યું હતું.

- text

આ અકસ્માત અંગે મીતેશભાઇ રણછોડભાઇ માતા (ઉ.વ.-૨૬, રહેવાસી-રતનાલ, તા-અંજાર. જી-કચ્છ, ભુજ) વાળાએ માળીયા પોલીસ મથકમાં ઘટના અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text