વાંકાનેરમાં જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા

- text


વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે નવાપરા ખોડીયાર સોસાયટી, હનુમાન મંદીર પાસે જાહેરમાં બેસી ગંજીપતાના પાના વતી પૈસાની લેતી દેતી કરી તીનપતીનો હારજીતનો જુગાર રમતા આરોપીઓ રફીકભાઈ રમજાનભાઈ હાલા, અજયભાઇ પ્રેમજીભાઇ બાવરીયા, કિશોરભાઇ છનાભાઇ ગાંગણ, અશરફભાઇ દાઉદભાઇ પીપરવાડીયાને ઝડપી લીધા હતા. તેમજ પોલીસે સ્થળ ઉપરથી કુલ રોકડા રૂ. ૧૨,૦૦૦નો મુદામાલ કબ્જે કરી ચારેય આરોપીઓ સામે જુગાર ધારા હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text