મીની ટ્રક કન્ટેનર સાથે અથડાતા ઠાઠામાં બેઠેલા મુસાફરનું મોત

- text


મોરબી : મોરબી માળીયા હાઇવે ઉપર ગત તારીખ 1 જૂનના રોજ મહિન્દ્રા જીતો મીની ટ્રકના ચાલક સુનિલ પ્રભુભાઇ ચૌહાણે ગફલત ભર્યું ડ્રાઇવિંગ કરી રોડની સાઈડમાં ઉભેલા કન્ટેનર સાથે અકસ્માત સર્જતાં મીની ટ્રકના ઠાઠામાં બેઠેલા સોહનભાઇ સુનીલભાઇને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત નિપજતા ફરિયાદી ભરતભાઇ ધરમશીભાઇ જાંબુકીયાએ મહિન્દ્રા જીતોના ચાલક વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text