માળીયા-હળવદ હાઇવે ઉપર ટ્રેઇલર-આઇસર વચ્ચે અકસ્માત

- text


આઇસરના ડ્રાઇવરનું મોત, ક્લિનરને ઇજા

માળીયા (મી.) : માળીયા-હળવદ હાઇવે પર ટ્રેઇલર અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં આઇસરના ડ્રાઇવરનું મોત થયું છે. અને ક્લિનરને ઇજા પહોંચી છે.

ગત તા. 9ના રોજ રાત્રીના સાડા નવેક વાગ્યાના અરશામાં માળીયા-હળવદ સ્ટેટ હાઇવે રોડ માણાબા ગામ નજીક ટ્રેઇલર નંબર- GJ-12-BX-9599ના ચાલકે ટ્રક પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી આઇસર નંબર- GJ-23-Y-9230 સાથે મોરાના ભાગે ભટકાડી દીધુ હતું. આથી, ડ્રાઇવર રણજીતભાઇ અર્જુનભાઇ પરમાર (ઉ.વ. ૨૫, રહે. શંકરપુરા, તા.જી. આંણદ)ને પેટના જમણા પડખાના ભાગે તથા હાથના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનુ મોત નીપજ્યું હતું. તેમજ ક્લિનરને સામાન્ય મુંઢ ઇજા થઇ હતી. અકસ્માત ટ્રકચાલક ટ્રેઇલર સ્થળ ઉપર રેઢી મુકી નાસી ગયો હતો. હાલમાં પોલીસે ક્લીનર અરવીંદભાઇ રાવજીભાઇ મકવાણાની ફરિયાદ લઇ ટ્રકચાલક સામે માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે. અને આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.

- text

- text