મોરબીમાં હવે વેપારીઓની ધીરજ ખૂટી

- text


ચા, પાન, સ્ટેશનરી, ઇલેક્ટ્રિક દુકાન અને પરોઠા હાઉસ સંચાલકે ધંધા શરૂ કરતા પોલીસની કાર્યવાહી

મોરબી : સમગ્ર રાજ્યમાં અધકચરા લોકડાઉનને કારણે રોજે-રોજનું કમાઈ ખાતો વર્ગ હોય કે પછી કારખાનેદાર હોય કે ચા,પાનનો ધંધાર્થી હોય તમામની હાલત અત્યારે કફોડી બની છે એમાં પણ આઠ વાગ્યાથી રાત્રી કર્ફ્યુ ઝીકી દેવાયો હોય લોકો માનસિક રીતે ભાંગી પડ્યા છે આવામાં મોરબીના વેપારી અને ધંધાર્થીઓની ધીરજ ખૂટી હોય તેમ ગઈકાલે અનેક લોકોએ પોતાના ધંધા રોજગાર શરૂ કરી નાખતા પોલીસે કાર્યવાહી કરી હતી.

- text

ગુજરાત સરકાર દ્વારા છેલ્લા એકાદ માસથી મીની લોકડાઉન અમલી બનાવી આવશ્યક સેવા સિવાયના ધંધા રોજગાર બંધ કરાવી દેતા હવે લોકો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને નાના ધંધાર્થીઓ અને રોજે રોજનું કમાઈ ખાતા લોકોની હાલત તો દયનિય બની જતા હવે જાહેરનામાની ઐસીતૈસી કરી ગઈકાલે મોરબીમાં ચા, પાન, સ્ટેશનરી, ઇલેક્ટ્રિક દુકાન અને પરોઠા હાઉસ સંચાલકે ધંધા શરૂ દેતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

- text