એન.જી.મહેતા સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ગૃહલક્ષ્મી સમાન પત્નીઓનું અદકેરું સન્માન

- text


 

મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ એન.જી.મહેતા હાઈસ્કૂલના વર્ષ 1991ની બેન્ચના વિદ્યાર્થીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની.પૂર્વ સંધ્યાએ પોતાની અર્ધાંગીની પ્રત્યે આદારભાવ દર્શાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોરબીના જાંબુડિયા ગામ પાસે આવેલ સાત હનુમાનજી મંદિર ખાતે યોજાયેલા આ સાદગી ભર્યા કાર્યક્રમમાં એન.જી.મહેતા હાઈસ્કૂલના વર્ષ 1991ની બેન્ચના વિદ્યાર્થીઓ દ્વારા તેમના ગૃહલક્ષ્મી સમાન પત્નીઓનું અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું.

- text

એન.જી.મહેતા હાઇસ્કુલના 1991 ની બૅંચના વિદ્યાર્થીઓએ કેક કાપી તેમના પત્નીઓના મો મીઠા કરાવી પુષ્પગુચ્છ આપીને આદરભાવ વ્યક્ત કર્યો હતો.આ ઉપરાંત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ તેમના ગૃરુજનોનું પણ સન્માન કર્યું હતું.આ અંગે એન.જી.મહેતા હાઇસ્કુલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, દરેક પરણિત પુરુષના જીવનમાં પત્નીઓનું વિશેષ યોગદાન હોય છે.આ ગૃહ લક્ષ્મીઓ તેમના પતિ અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાનું આખું જીવન ખર્ચી નાખે છે.પતિ અને સંતાનો પાછળ આ ગૃહલક્ષ્મી એટલી હદે ખોવાઈ જાય છે તેના અસ્તિત્વની પણ ખબર રહેતી નથી.લગ્ન કર્યા પછી દરેક મહિલાનું જીવન પતિ અને તેનો પરિવાર જ હોય છે.એના સુખમાં સુખી અને એના દુઃખમાં દુઃખી રહે છે.ત્યારે આવા ગૃહલક્ષ્મી પ્રત્યે આદર ભાવ વ્યક્ત કરવાનો આ એક નાનકડો પ્રયાસ કર્યો છે.

- text