વાંકાનેર આંગણવાડીના બહેનો દ્વારા વેતન વધારા સહિતના મુદ્દે વિનંતી પત્ર અપાયુ

- text


 

ગુજરાત આંગણવાડી સંગઠન હોદેદારો સાથે બેઠક યોજવા મુખ્યમંત્રીને વિનંતી કરાઈ

વાંકાનેર : ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન વાંકાનેર દ્વારા વેતન વધારા સહિત મુદ્દે વિનંતી પત્ર વાંકાનેર પ્રાંત અધિકારી કચેરી ખાતે આપવામાં આવ્યું હતું.

- text

રાજ્યના મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીને સંબોધીને અપાયેલ વિનંતીપત્રમાં વેતન વધારા સહિતની માંગ કરાઈ છે, જેમાં જણાવ્યા મુજબ કોરોના કાળમાં આંગણવાડી વર્કરો હેલ્પર બહેનોએ કપરી પરિસ્થિતિમાં પણ જીવનાં જોખમે પ્રશંસનીય કામગીરી કરી છે, જેને કારણે કેટલાક બહેનો કોરોના પોઝીટીવ આવેલ અને ત્રણ બહેનોનાં મૃત્યુ પણ થયા છે, સરકાર દ્વારાએ બદલ રૂ. 25 લાખનું વળતર તેમના વારસદારોને ચૂકવેલ છે જે નોંધનીય છે, પરંતુ કોરોના કામગીરી માટે ગત માર્ચ 2020 થી દૈનિક રૂ. 300 એરિયર્સ સાથે ચૂકવવામાં આવે, અન્ય રાજ્યોની જેમ લઘુત્તમ વેતન આપવામાં આવે, હેલ્પરોનાં પગાર ઓછા હોય પગારનાં 75% લેખે ચૂકવવા વધારો કરવામાં આવે, તે સહિતની માંગો સાથે આ પ્રશ્નોનાં નિરાકરણ માટે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનનાં હોદેદારો સાથે બેઠક યોજવાની પણ વિનંતી સાથેનું વિનંતી પત્ર વાંકાનેર પ્રાંત અધિકારી કચેરી ખાતે આપવામાં આવ્યું હતું.

- text