17મીએ જિલ્લા પંચાયતના પ્રમુખ – ઉપપ્રમુખની ચૂંટણી

- text


વિકાસ કમિશનર દ્વારા નોટિસ પ્રસિદ્ધ : 16મી સુધીમાં ઉમેદવારીપત્ર ભરી શકાશે

મોરબી : રાજ્યના વિકાસ કમિશનર દ્વારા મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની હોદાની જગ્યા ભરવા વિધિવત નમૂના ક મુજબ નોટિસ પ્રસિદ્ધ કરી 17 માર્ચે જિલ્લા પંચાયત સભાખંડ ખાતે સવારે 11 કલાકે ચૂંટણી યોજવા જણાવાયું છે.

ગુજરાત તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ) ચૂંટણી નિયમો-૧૯૯૪ ના નિયમ-૩ હેઠળ બેઠકની નોટિસ પ્રસિદ્ધ કરી વિકાસ કમિશનર ગાંધીનગર દ્વારા આદેશ કરાયો છે જે અન્વયે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી તા. ૧૭ને બુધવાર ના રોજ ૧૧-૦૦ કલાકે જિલ્લા પંચાયત કચેરી, મોરબી ” સભાખંડ, પ્રથમ માળ, ગીબ્સન મિડલ સ્કૂલ બિલ્ડીંગ, રેલ્વે સ્ટેશનની સામે મોરબી ખાતે જિલ્લા પંચાયતની બેઠકમાં પ્રમુખ તથા ઉપપ્રમુખ જિલ્લા પંચાયત, મોરબીના હોદાની જગ્યા ભરવા માટે ચૂંટણી કરવામાં આવશે.

- text

જે અન્વયે ઉમેદવારી પત્રો જિલ્લા પંચાયતના સેક્રેટરીને ૧૬ તારીખે તેમની કચેરીમાં અથવા જો તેઓ અનિવાર્ય કારણસર ગેરહાજર હોય, તો સદરહુ કચેરીમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી(પંચાયત) ને બેઠકની તારીખથી તુરત જ અગાઉની તારીખે એટલે કે, સોળ માર્ચ, બે હજાર એકવીસ (તા. ૧૬/૦૩/૨૦૨૧) ને મંગળવાર ના દિવસે અગીયારથી બપોરના બે વાગ્યા સુધી પહોંચાડવા જણાવાયું છે.

ઉમેદવારી પત્રનો નમૂનો કામકાજના કોઇપણ દિવસે, કચેરીના સમય દરમિયાન કચેરીમાંથી મળી શકશે. ઉમેદવારી પત્રોની ચકાસણી તા. ૧૬ને મંગળવારના દિવસે બપોરના બે કલાકે કરવામાં આવશે.આમ, જિલ્લા પંચાયતના હોદેદારો માટે ચૂંટણીની તારીખ જાહેર થતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.

- text