પેટ્રોલ-ડીઝલ મોંઘા થયા હવે મોંઘવારી ભથ્થું વધારો

- text


ટંકારા તાલુકા તલાટી મંડળ દ્વારા મોંઘવારી ભથ્થામાં વધારો કરવા ગાંધીનગર રજૂઆત

ટંકારા : મોરબી જિલ્લાના ટંકારા તાલુકા તલાટી મંડળ દ્વારા મોંઘવારી ભથ્થામાં વધારો કરવા અંગે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના પ્રમુખ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

- text

આ લેખિત રજૂઆતમાં જણાવ્યા મુજબ છેલ્લા 1 માસથી પેટ્રોલ-ડીઝલ, રાંધણ ગેસના ભાવમાં વધારો થઈ રહ્યો છે. તેની સામે વર્ગ-3ના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો થયો નથી. કોરોનાની કપરી પરિસ્થિતિના બહાના હેઠળ 1 વર્ષથી અટકાવેલું મોંઘવારી ભથ્થું ઝડપથી મોંઘવારી વધતી હોવા છતાં આપવામાં ન આવે તો ક્યારે આપવામાં આવશે? તો હાલમાં બજેટ સત્રમાં મોંઘવારી ભથ્થામાં વધારો રજૂ કરી અમલવારી કરવા અપીલ કરવામાં આવી છે.

- text