મોરબી-વાંકાનેર વચ્ચે ડેમુ ટ્રેન શરૂ : ભાડું વધી ગયુ !!

- text


 

જરૂરી ટ્રીપ ઘટાડી દેવાતા મુસાફરોમાં રોષ

મોરબી : એક વર્ષ જેટલા લાંબા અંતરાલ બાદ આજથી મોરબી-વાંકાનેર વચ્ચે ડેમુ ટ્રેન સેવા ફરી શરૂ થઈ છે.જો કે ડેમુના ભાડામાં વધારો થવાની સાથે વહેલી સવાર અને મોડી રાત્રીના રૂટ બંધ રખાતા મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે.

મોરબીથી વાંકાનેરને જોડતી મોરબી-વાંકાનેર ડેમુ ટ્રેન લોકડાઉન બાદ એક વર્ષ જેટલો સમય બંધ રહ્યા બાદ આજથી રેલવે વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે જોકે આ ટ્રેનમાં રેલવે દ્વારા મોટા પાયે ફેરફાર કરી દીધો છે ખાસ કરીને મોરબીથી વહેલી સવારે ઉપડતી ટ્રેન બંધ કરી દેવાઈ છે તો રાત્રીના પણ 10 વાગ્યે પરત ફરતી હતી તે ટ્રીપ પણ શરૂ કરવામાં આવી નથી.

- text

આ ઉપરાંત સાંજે 5 વાગ્યાની ટ્રીપ પણ બંધ કરી દેવામાં આવતા મોરબીથી ઢૂંવા સુધી સીરામિક એકમોમાં રોજગારી માટે જતા શ્રમિકોને હાલાકી પડી રહી છે. જો સવારે વાંકાનેરથી અમદાવાદ વડોદરા સુરત તરફ જતી ટ્રેન ત્યાંથી આવતી ટ્રેન આ ઉપરાંત દ્વારકા, જૂનાગઢ તરફથી આવતી ટ્રેનમાં કોઈ મુસાફરોને મુસાફરી કરવી હોય તો તેમન માટે આ ટ્રેન ઉપયોગી થઇ શકશે નહીં જેના કારણે મુસાફરો માં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.

આ ઉપરાંત ટ્રેનના ભાડું રિઝર્વેશન સાથે 25 રૂપિયા થઈ જતા મુસાફરોના ખિસ્સા પર પણ મોંઘવારીનો વજન વધી ગયો છે. આમ, મોરબી વાસીઓ માટે એક માત્ર રેલવે સુવિદ્યા પણ અધૂરી શરૂ થતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

- text