મોરબી તાલુકા પંચાયતની પંચાસર બેઠક ઉપર ભાજપના ઉમેદવાર મીનાબા વિક્રમસિંહ ઝાલાને જીતનો કોલ આપતા મતદારો

- text


ચૂંટણી પૂર્વે જ માણેકવાડાના પીઢ કોંગ્રેસ અગ્રણી ભીખાભાઇ ટપુભાઈ દેત્રોજા અને બ્રિજરાજસિંહ જયવીરસિંહ જાડેજા સહિતના આગેવાનો ભાજપમાં જોડાયા

મોરબી : મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં માહોલ બરાબરનો જામ્યો છે ત્યારે મોરબી તાલુકા પંચાયતના ચૂંટણીજંગમાં 19-પંચાસર બેઠક ઉપરથી મેદાને ઉતરેલા ભાજપ અગ્રણી વિક્રમસિંહ નાથુભા ઝાલાના ધર્મપત્ની મીનાબા ઝાલાને જનસંપર્ક યાત્રા દરમિયાન ગામે -ગામથી આવકાર મળી રહ્યો છે અને મતદારો વિજયીભવ: ના આશીર્વાદ આપી રહ્યા છે.નોંધનીય છે કે ચૂંટણીના કાઉન્ટ ડાઉન સમયે જ માણેકવાડાના પીઢ કોંગ્રેસ અગ્રણી ભીખાભાઇ ટપુભાઈ દેત્રોજા અને બ્રિજરાજસિંહ જયવીરસિંહ જાડેજા તેમની વિશાળ ટીમ સાથે ભાજપનો ખેસ ધારણ કરી લેતા ચૂંટણીમાં એકતરફી માહોલ છવાઈ જવાના સંકેત મળી રહ્યા છે.

મોરબી તાલુકા પંચાયતની 19-પંચાસર બેઠક ઉપર આ વખતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાજપના અગ્રણી એવા પંચાસરના વતની વિક્રમસિંહ નાથુભા ઝાલાના ધર્મપત્ની મીનાબા વિક્રમસિંહ ઝાલાને ટિકિટ આપતા આ બેઠક ઉપર ચૂંટણી પૂર્વે જ ભાજપને અભૂતપૂર્વ જીત મળવાના ગણિત મંડાઈ ગયા છે ત્યારે હાલમાં ભાજપ અગ્રણી વિક્રમસિંહ નાથુભા ઝાલા અને તેમના ધર્મપત્ની મીનાબા અને ભાજપ અગ્રણીઓ પોતાના મતવિસ્તારનો ઝંઝાવાતી પ્રવાસ કરી તમામ મતદારોનો રૂબરૂ સંપર્ક કરી રહ્યા છે અને ગ્રામજનો દ્વારા પણ સતત જાગૃત રહેતા અને લોકસેવા માટે ખડેપગે રહેતા ભાજપના ઉમેદવારને જીતનો કોલ આપી વિજયીભવ:ના આશીર્વાદ આપી રહ્યા છે.

બીજી તરફ ભાજપની ઝંઝાવાતી પ્રચારયાત્રા દરમિયાન માણેકવાડા ગામના પીઢ કોંગ્રેસી આગેવાન અને માજી સરપંચ તેમજ સેવા સહકારી મંડળીના પ્રમુખ ભીખાભાઇ ટપુભાઈ દેત્રોજા તેમજ મોરબી તાલુકા કોંગ્રેસ અગ્રણી બ્રિજરાજસિંહ જયવીરસિંહ જાડેજા પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા, જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, જીલ્લા ભાજપ પ્રભારી ભાનુભાઈ મેહતા, માર્કેટ યાર્ડ ચેરમેન મગનભાઈ વડાવીયા તથા ભાજપના આગેવાનોની હાજરીમાં માણેકવાડા ગામના કોંગ્રેસના તમામ કાર્યકરો સાથે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જતા ચૂંટણી પૂર્વે જ ભાજપનો જયજયકાર થયો હતો.

- text

19-પંચાસર બેઠક ઉપર હાલમાં વિક્રમસિંહ નાથુભા ઝાલાના ધર્મપત્ની મીનાબા વિક્રમસિંહ ઝાલા દ્વારા સુવ્યવસ્થિત આયોજન કરી પ્રચારયાત્રા શરૂ કરવામાં આવી છે જેમાં આ બેઠક હેઠળ આવતા પંચાસર, શિવનગર, માણેકવાડા, અમરાપર, મોટી વાવડી, ફાટસર, ગાંધીનગર, બાદનપર અને નાગલપર, ગુલાબનગર સહિતના ગામોમાં પ્રચારયાત્રા દરમિયાન રીતસર ભારતીય જનતા પાર્ટીનું વાવઝોડુ ફૂંકાયું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.

- text