મોરબીની પી. જી. પટેલ કોલેજના આચાર્યની સૌરાષ્ટ્ર યુનિ.નાં એકાઉન્ટસી બોર્ડમાં અધર ધેન ચેરમેન તરીકે નિમણુંક

- text


મોરબી : મોરબીના ડો. રવીન્દ્ર જે. ભટ્ટ કે જે છેલ્લા 17 વર્ષોથી પી. જી. પટેલ કોલેજના આચાર્ય તરીકે ફરજ નિભાવે છે તથા સંસ્થાના વિધાર્થીઓને શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કરે છે. તેની નિમણુંક આજ રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનાં એકાઉન્ટસી બોર્ડમાં અધર ધેન ચેરમેન તરીકે થયેલ છે.

આજે તા. 23ના રોજ સૌરાષ્ટ્ર યુનિવૅસિટી ખાતે એકાઉન્ટસી બોર્ડના ચેરમેનની ચુંટણી યોજવામાં આવેલ હતી. જેમાં રાજકોટના ભાલોડિયા કોલેજના પ્રા. ડો. રમેશભાઈ ડાંગર વિજેતા જાહેર થયા હતા. જયારે અધર ધેન ચેરમેન તરીકે મોરબીની પી. જી. પટેલ કોલેજના આચાર્ય ડો. રવીન્દ્ર જે. ભટ્ટની નિમણુંક થયેલ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાની ટર્મોમાં પણ ડો. રવીન્દ્ર જે. ભટ્ટની અધર ધેન ચેરમેન તરીકે નિમણુંક થયેલ હતી. ત્યારે ફરી એક વખત એ જ જવાબદારી સ્વિકારતા તેઓ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવે છે.

- text

અનેકવિધ સેવાકીય પ્રવૃતી સાથે સંકળાયેલા આચાર્ય ડો. રવીન્દ્ર ભટ્ટ ગયા વર્ષે લાયન્સ કલબ ઓફ મોરબી-નઝરબાગમાં પ્રમુખ તરીકે સેવા આપેલ હતી. ઉપરાંત, મોરબી યુવા જ્ઞાનોત્સવમાં સક્રિય કાયૅકર, રકતદાન કેમ્પ, પર્યાવરણ સંરક્ષણ, ગરીબ-વંચિત ર્દદીઓને સહાય, ગંગાસ્વરૂપ સહાય, આદીવાસી બાળકોને નિઃશુલ્ક શિક્ષણ, ઈન્ડીયન આર્મીના જવાનો સાથે દિવાળીની ઉજવણી જેવા અનેક દેશદાઝથી ભરેલા કાયૉ ભૂતકાળમાં હાથ ધરેલા છે.

આ તકે ગુજરાત ઉત્કર્ષે ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પી.જી. પટેલ કોલેજ સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા તથા મેનેજીંગ ડિરેકટર જતિનભાઈ આદ્રોજા તથા સમગ્ર પી. જી. પટેલ કોલેજ સ્ટાફએ અભિનંદન પાઠવી હજુ પણ ઉતરોતર પ્રગતીની શુભકામનાઓ પાઠવી છે.

 

- text