મોરબીમાં સમૂહ લગ્નોત્સવમાં 11 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યાં

- text


માતા રમાબાઈ આંબેડકર સમૂહ લગ્ન સમિતિ દ્વારા અનુસૂચિત જાતિના તૃતીય સમૂહ લગ્નોત્સવ યોજાયો

મોરબી : મોરબીમાં માતા રમાબાઈ આંબેડકર સમૂહ લગ્ન સમિતિ દ્વારા અનુસૂચિત જાતિના તૃતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન આજે તા. 23ના રોજ ભડિયાદ રોડ ખાતે પરશુરામ પોટરી મેદાન ખાતે કરવામાં આવ્યું જેમાં 11 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.

આ સમૂહ લગ્નોત્સવમાં અનુસૂચિત જાતિના 11 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યાં હતાં. આ પ્રસંગે કન્યાઓને દાતાઓ દ્વારા કરિયાવરમાં સોનાની ચુંક, ચાંદીનો તુલસી ક્યારો, કાંસાની થાળી, કબાટ, પલંગ સહિતની અનેક વસ્તુઓ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અશ્વિનભાઈ હરિભાઈ ટુંડિયા વિશેષ અતિથિ તરીકે હાજર રહ્યા હતા. તેમજ એંકર તરીકે ડાભી ચમનભાઈએ કામગીરી સંભાળી હતી. અને દિનેશભાઈ ટુંડિયા (નાગલ પાન), હેતલબેન જાદવ, કાંતિલાલ ખડોલા, મુકેશભાઈ ડાભી, મહેશભાઈ સહિતના હાજર રહ્યા હતા.

- text

- text