મોરબીમાં જે. એ. પટેલ મહિલા કોલેજ દ્વારા ગણતંત્ર દિવસની ઉજવણી

- text


મોરબી : મોરબીમાં કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા પ્રેરિત શ્રીમતી જે. એ. પટેલ મહિલા કોલેજ દ્વારા છાત્રાલય કેમ્પસમાં ૭૨મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધ્વજવંદન ઉપપ્રમુખ ત્રંબકભાઈ ફેફક દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે NSS યુનિટની વિદ્યાર્થિનીનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન પ્રિ.ડૉ. પ્રફૂલભાઈ પટેલે કર્યું હતું. આભારવિધિ NSS જિલ્લા કો.ઓ. પ્રો. વનિતાબેન કગથરાએ કરી હતી. અધ્યક્ષીય ઉદબોધન વલમજીભાઈ અમૃતિયાએ કરેલ હતું. કાર્યક્રમનું સંચાલન ડૉ. ભાવેશ જેતપરિયાએ કર્યું હતું. પ્રાર્થના અક્ષા વાલેરાએ પ્રસ્તુત કરી હતી. આ પ્રસંગે પ્રમુખ બેચરભાઈ હોથી, ઉપપ્રમુખ વલમજીભાઈ અમૃતિયા, ટ્રષ્ટ્રીમંડળના હોદેદારો, દરેક સંસ્થાના આચાર્ય, શિક્ષકગણ, NSS – NCC યુનિટની વિદ્યાર્થિની બહેનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text