ટંકારામાં પટેલ એસોસિયનના હોદેદારોની નિમણુંક કરાઈ

- text


એસોસિયનના પ્રમુખ તરીકે કિરીટ અંદરપાની વરણી

ટંકારા : ટંકારામાં પ્રભુચરણ આશ્રમ ખાતે પટેલ એસોસિયનની મીટીંગ મળી હતી. જેમાં પ્રમુખ તરીકે કિરીટ અંદરપાની વરણી કરવામાં આવી હતી અને ઉપપ્રમુખ તરીકે હસુભાઈ દુબરીયા અને મંત્રી તરીકે નાનજીભાઈ મેરજા પણ વરણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ વાઘરીયાએ કરેલું હતું. કાર્યક્રમમાં પટેલ સમાજના આગેવાન વલમજીભાઈ પટેલ, હરેશભાઈ ઘોડાસરા, પ્રવીણભાઈ લો ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text