ગણતંત્ર દિવસ નિમિત્તે જેતપરમાં યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ

- text


તપોવન વિદ્યાલય દ્વારા આયોજિત અને એ ટુ ઝેડ પબ્લિસિટી દ્વારા સ્પોર્ટડ કરેલા કેમ્પનું ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ કર્યું ઉદ્ઘાટન:

મોરબી : ૭૨માં ગણતંત્ર દિવસે મોરબીના જેતપર ગામે તપોવન વિદ્યાલયમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એ ટુ ઝેડ પબ્લિસિટી દ્વારા સ્પોર્ટડ કરાયેલા આ કેમ્પનું ઉદ્ઘાટન માળીયા-મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ કર્યું હતું જ્યારે દિનેશભાઈ વડસોલા તથા યુવા આર્મી ગ્રુપના સભ્યો આ તકે ખાસ ઉપસ્થીત રહ્યા હતા.

આશરે બે’ક વર્ષના સમય બાદ જેતપર ગામે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં ગામના મહિલા સરપંચ વીણાબેનના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

તપોવન વિદ્યાલયના જીતુભાઇ વડસોલાએ રક્તદાન કેમ્પ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, રક્તદાન કેમ્પમાં આશરે 100 જેટલા યુનિટ મેળવવાની ધારણા હતી. જો કે, બપોરે 1 વાગ્યા સુધીમાં જ 100 બોટલ રક્તદાન થયું હતું અને હજુ 30થી 35 રક્તદાતાઓ રક્તદાન કરવાની કતારમાં છે. સાંજે 5 વાગ્યા સુધી ચાલનાર આ કેમ્પમાં આશરે 175 જેટલા નાગરિકો રક્તદાન કરશે એવી ધારણા રખાઈ રહી છે. એકત્રિત કરેલું રક્ત મોરબી સિવિલ હોસ્પિટલ અને રાજકોટ સ્થિત નાથાણી બ્લડ બેંકને અર્પણ કરવામાં આવશે.

રક્તદાન કેમ્પ વિશે વધુ માહિતી આપતા એ ટુ ઝેડ પબ્લિસિટીના સાગરભાઈ અને તપોવન વિદ્યાલયના જીતુભાઇએ જણાવ્યું હતું કે, દરેક રક્તદાતાઓને એક સર્ટિફિકેટ, ફોલ્ડરોવાળી ફાઇલ વિથ બેગ અને પેનસેટ સ્મૃતિરૂપે આપવામાં આવ્યો હતો.

રક્તદાન કરવામાં માટે યુવા આર્મી ગ્રુપના 15 મેમ્બરો પણ જોડાયા હતા. જેતપર ગામના લોકોનો અતિ ઉત્સાહ પણ કેમ્પમાં જોવા મળ્યો હતો. સમગ્ર કાર્યક્રમ મોસંબી અને સંતરાના જ્યુસની અનલિમિટેડ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી.

- text

- text