મોરબી જિલ્લામાં વર્ષ 2020માં અભયમ હેલ્પલાઇન 1172 મહિલાઓની વ્હારે પહોંચી

- text


કોરોના કાળમાં પણ 181 ટીમ સતત દોડતી રહી : મહિલાઓની મદદ કરવા ઉપરાંત સરકારની મહિલાલક્ષી યોજનાઓની જાગૃતિ લાવવામાં પણ નોંધપાત્ર કામગીરી

મોરબી : મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસાના કિસ્સામાં તાત્કાલિક ધોરણે બચાવ, સલાહ અને માર્ગદર્શન મળી રહે તે માટે 181 હેલ્પલાઈન કાર્યરત છે. મોરબી જિલ્લામાં એક 181 વાન મોરબી શહેર ખાતે કાર્યરત છે વર્ષ 2020માં કોરોના મહામારી દરમ્યાન મોરબી જિલ્લાની અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા 24 કલાક પોતાના જાનના જોખમ સાથે કોવિડ પ્રોટોકોલ અનુસરીને પિડિત મહિલાઓને મદદ પૂરી પાડી ઉમદા કામગીરી તદુપરાંત ડોર ટુ ડોર પ્રચાર-પ્રસાર કરીને સેવા તેમજ સરકારની વહાલી દીકરી યોજના, ગંગા સ્વરુપ યોજના સહિતની યોજનાઓ વિશેની જાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

અભયમે વર્ષ 2020માં કરેલી કામગીરી

રેસ્ક્યુ વાને ઘટના સ્થળ ઉપર જઈને આપેલી મદદ : 586 કિસ્સાઓ

આગેવાનો તથા કુટુંબના સભ્યો સાથે પરામર્શ કરી સ્થળ પર સમસ્યાનું સમાધાન : 432 કિસ્સાઓ

મહિલાની ગંભીર સમસ્યાને ધ્યાને લઇને તેને વધુ મદદ માટે અન્ય સંસ્થા વિભાગ સુધી કાર્યવાહી માટે લઈ જવામાં આવ્યા : 128 કિસ્સાઓ

અન્ય ( પીડિતા સ્થળ ઉપર ન હોય અથવા ત્યાંથી નીકળી ગઈ હોવાથી સંપર્ક ન થયો હોય) : 26 કિસ્સાઓ

કયા કયા પ્રકારની હિંસા સામે મહિલાને મદદ મળી શકે?

મહિલા સાથે થતી હિંસા (શારીરિક, જાતીય, માનસિક, આર્થિક, કાર્યના સ્થળે, પ્રજોત્પત્તિને લગતી બાબતો)

શારીરિક તેમજ માનસિક આરોગ્યને લગતી સેવાઓ

લગ્ન જીવન તેમજ અન્ય સંબધોના વિખવાદો

જાતીય તેમજ બાળ જન્મને લગતી બાબતો

કાનૂની જોગવાઈઓની પ્રાથમિક માહિતી

માહિતી (કાર્યક્રમો, યોજના, સેવાઓ)

૧૮૧ મહિલા હેલ્પલાઈનની આગવી ખાસીયતો

૧૮૧ હેલ્પલાઈન સતત ૨૪ ક્લાક કાર્યક્ત- નિઃશુલ્ક

સીસીટી ટેકનોલોજી દ્વારા કોમ્પયુટરાઇઝ અસરકારક સંદેશા વ્યવહાર

વોઇસ લોગર દ્વારા ભાવિ ઉપયોગ માટે તમામ વાર્તાલાપની માહિતીનો સંગ્રહ

- text

LAN/WAN લોકલ એરિયા નેટવર્ક અને વાઈડ એરિયા નેટવર્ક થકી કોમ્યુટર વ્યવસ્થાનો સક્ષમ ઉપયોગ

GPS/GS ટેકનોલૉજી સજજ રેસકશુવાન સ્થળનું ચોક્કસ નિદર્શન અને વાનનું અવર -જવરનું સમયબદ્ધ નિયંત્રણ અને મહત્તમ ઉપયોગ

તાલીમબદ્ધ સાયકોલોજીકલ કાઉન્સીલીંગ માટે મહિલા કાઉન્સિલર

આ હેલ્પલાઈન ઉપર સંપર્ક કરનાર મહિલાની ઓળખ તથા માહિતી ગુપ્ત રાખવાની વ્યવસ્થા

રાજય સરકારની મહિલાલક્ષી તમામ યોજનાની માહિતી ફોન કોલ દ્વારા આપવાની આગવી વ્યવસ્થા

ફોન ઉપર જરૂરી માહિતી, માર્ગદર્શન, કાઉન્સેલિંગની માહિતી

મહિલા ઉપર કોઈ હિંસા થઇ રહી હોય તો તેને તાત્કાલિક તેમાંથી બચાવવા માટે રેસ્કયુવાન સાથે કાઉન્સિલર તેમજ મહિલા કોન્સ્ટેબલની સુવિધા

પ્રત્યેક કોલનું માળખાગત બેક-ઓફિસ દ્વારા ફોલો-અપ અને સંતોષકારક નિકાલની ખાત્રી અને પ્રયાસ

૧૮૧ અભયમ મોબાઇલ ઍપ્લિકેશનની વિશેષતા

૧૮૧ અભયમ મોબાઈલ એપ્લિકેશન ગુગલ પ્લેસ્ટોર તેમજ એપસ્ટોર IOS પર ઉપલબ્ધ છે.

મોબાઇલ એપ્લિકેશન મારફતે ઘટના સ્થળેથી મહિલા કોલ કરે તો કોલ કરનારનું ચોક્કસ સ્થળ હેલ્પલાઇનના રીસ્પોન્સ સેન્ટર ખાતે તુરંત જ ગુગલના નકશામાં લેટ લોગ સાથે મળી જશે, જેથી ટેલીફોન કાઉન્સીલર દ્વારા ઘટના સ્થળ વગેરેની માહિતી મેળવવાના સમયનો બચાવ થશે અને જરૂરીયાત મુજબ રેસ્કયુકાર્ય કરવામાં આવે છે.

આ માહિતીને આધારે નજીકની યોગ્ય હેલ્પલાઇન રેસકયુવાન કે પોલિસ સ્ટેશનને જાણ કરવાનો નિર્ણય કરવામાં મદદરૂપ બનશે તેમજ એપ્લિકેશન થકી મહિલાના મળેલ લોકેશન સાથેની માહિતી તેમના સગા તેમજ મીત્રોને ત્વરીત મોકલી શકશે જેથી મહીલાને શોધવાના સમયનો બચાવ થશે. મહિલા ઘટના સ્થળના ફોટો અને વિડિયો એપ્લિકેશન દ્વારા અપલોડ કરીને આધાર પુરાવા તરીકે હેલ્પલાઈનના સેન્ટરમાં મોકલી શકશે.

મહિલા ઘટના સ્થળ વિશે માહિતી આપી શકે તેમ ના હોય તો બટન દબાવતા ઘટના સ્થળની માહિતી એપ્લીકેશનના માધ્યમથી હેલ્પલાઈનને પહોંચી જશે.

એપમાં 181 બટન દબાવતાની સાથે મુશ્કેલ સ્થિતીમાં રહેલ મહિલાના 5 જેટલા સગા સંબંધી કે મિત્રોને ઓટોમેટિક smsથી સંદેશ મળી જશે.

- text