લાલપરની શાળામાં ફાયર સેફટી વિશે સ્ટાફને અપાઈ પ્રેક્ટિકલ તાલીમ

- text


મોરબી: તાજેતરમાં રાજ્યમાં ઘણી જગ્યાઓ પર આગ લાગવાના બનાવો બન્યા હતા. ખાસ કરીને હોસ્પિટલોમાં લાગેલી આગમાં અમૂલ્ય માનવ જિંદગી હોમાઈ ગઈ હતી. ત્રણેક વર્ષ પહેલાં સુરતમાં એક ટ્યુશન કલાસીસમાં લાગેલી આગમાં નિર્દોષ વિદ્યાર્થીઓનો ભોગ લેવાયો હતો.

આ બધી આગની ઘટનાઓમાં સર્વ સામાન્ય એક બાબત ઉડીને આંખે વળગે એવી એ હતી કે તમામ સ્થળે અગ્નિશામક સાધનો હોવા છતાં તાલીમને અભાવે સ્ટાફના સભ્યો તેનો ઉપયોગ કરી શક્યા ન હતા. અગ્નિશામન સાધનો હોવા એ પૂરતું નથી; સમય આવ્યે તેનો સચોટ અને ત્વરિત ઉપયોગ કરી શકાય એવી તાલીમની ખાસ જરૂર હોય છે. મોરબી જિલ્લાના એક ગામની શાળામાં આ મહત્વપૂર્ણ બાબતને ધ્યાનમાં રાખીને તાજેતરમાં જ શાળાના તમામ સ્ટાફ મેમ્બરોને અગ્નિશામક સાધનોની પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી.

મોરબી તાલુકાના લાલપર ગામે આવેલી નવદીપ વિદ્યાલય દ્વારા શાળાના આચાર્ય હર્ષદભાઈ કાવરના માર્ગદર્શન હેઠળ શાળાના શૈક્ષણિક સ્ટાફ તેમજ અન્ય સ્ટાફને આગ લાગવાની વિવિધ પ્રકારની ઘટનામાં કેવા કેવા અગ્નિશામક સાધનો જેવા કે, ફાઈલ એક્ઝિક્યુટરનો કેવી રીતે ઉપયોગ કરવો તેની પ્રેક્ટીકલ તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ દરમ્યાન શાળાનો તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

- text

- text