મોરબી : આશા વર્કર્સના પ્રશ્નો અને માંગણીઓ બાબતે ઉચ્ચકક્ષાએ આવેદનપત્ર અપાયું

- text


મોરબી : ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કસ યુનિયન તરફથી ગુજરાતનાં 40 હજારથી વધુ આશા વર્કરો અને ફેસીલીએટર મહિલા કર્મીઓના પ્રશ્નો અને માંગણીઓ બાબતે મોરબીના આશા વર્કરો દ્વારા જિલ્લા અધિક કલેક્ટર તથા ટંકારા યુનિટના કુલ 6 આશા વર્કર બહેનો દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવેલ છે. તેમજ વાંકાનેરના આશા બહેનો દ્વારા વાંકાનેર તાલુકા સેવા સદનમાં આવેદનપત્ર અપાયું છે.

આ આવેદનપત્રમાં જણાવાયું છે કે કોરોના પરિસ્થિતિ દરમ્યાન ગુજરાતનાં ગામડાઓમાં અને શહેરોમાં આશા વકરો અને ફેસીલીઍટર બહેનોએ ખૂબ જ કપરી સ્થિતિમાં જીવના જોખમે શ્રેષ્ઠ અને પ્રશંશનીય કામગીરી બજાવી છે. આશા વર્કરએ, આખા દિવસની સર્વેની કામગીરી લોકડાઉન છતાં રેડઝોન વિસ્તારમાં કામગીરી બજાવી છે. અને કેટલાક બહેનો તે કારણે કોરોના રીપોર્ટ પોઝીટીવ આવેલ છે. આ કામગીરીનાં આશા વર્કરને મહિનાના માત્ર રૂ. 1000 (દૈનિક રૂ. 33) અને ફેસીલીએટરને માત્ર રૂ. 500 (દૈનિક રૂ. 17) ચૂકવાયા છે, તે પણ પૂરેપૂરા ચૂકવાયા નથી.

આ કોરોના કામગીરીનાં કારણે, નિયીમત કામગીરી ઉપર અસર થઈ છે અને તેને કારણે આશા વર્કરને ચૂકવાતી ઈન્સેન્ટીવની સ્કમોમાં મોટો ઘટાડો થયેલ છે. આશા વર્કરને આ દૈનિક માત્ર રૂ. 33 અને ફેસીલીએટરને દૈનિક માત્ર રૂ. 13 જ ચૂકવાય છે. આ રકમ કામગીરીના પ્રમાણમાં નજીવી છે અને આ કામગીરીના અન્ય લોકોના ડયૂટીના દૈનિક રૂ. 300 ચુકવાયા છે, છતાં કામગીરી નિષ્ઠાપૂર્વક બજાવેલ છે. અને રાજય સરકારને પૂર્ણ સહયોગ કરેલ છે. તો આ પ્રશ્નોનું તાકીદે નિવારણ લાવવા અપીલ કરવામાં આવી છે.

કોરોના કામગીરી દરમ્યાનની કામગીરી માટે પ્રશંશા રૂપે ગત માર્ચ-2020થી દૈનિક રૂ. 300 એરીયર્સ સાથે ચુકવવામાં આવે. આશા વર્કરોને માસિક રૂ. દ000/- ફીકસ પગાર તથા ઈન્સેન્ટીવની ચુકવવાની જોગવાઈ આગામી બજેટમાં કરવામાં આવે. લઘુતમ વેતનના શિડયુલમાં સમાવેશ કરવામાં આવે. ફેસીલીએટર બહેનોને, મુસાફરી ભથ્થાને બદલે રૂ. 8000નાં ફીક્સ પગાર નકકી કરવામાં આવે.

આશા વર્કરોને અપાયેલ સાડી, ડ્રેસ ત્રણ વર્ષ થયેલ હોઈને નવા ડ્રેસ આપવામાં આવે તેમજ ફેસીલીએટર બહેનોને ડ્રેસ આપવા માટે 2020ના બજેટમાં કરાયેલ જાહેરાત મુજબ નવા ડ્રેસ સાડી માપવામાં આવે. ઈન્સેન્ટીવ ચૂકવવામાં લાભાર્થીના એ.પી.એલ/ બી.પી.એલ. ભેદ રદ કરવામાં આવે તથા મોસાળની ડીલીવરીમાં કેસમાં પણ ઈનસેન્ટીવ ચૂકવવામાં આવે. ફેસીલીએટરની જગ્યા ઉપર આશા વર્કરોમાંથી સિનિયોરીટીનાં ધોરણે નિમણુંક કરવામાં આવે. તેમજ આશા વર્કર અને ફેસીલીએટરના કામના કલાકો નકકી કરવામાં આવે, તેવી રજુઆતમાં માંગણી કરવામાં આવી છે.

- text

- text