વર્ષામેડી ગામમાં રવિવારે નિદાન અને સારવાર કેમ્પ યોજાશે

- text


મોરબી : મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા, મોરબી તાલુકા હેલ્થ ઓફિસ અને આમરણ મોબાઈલ હેલ્થ યુનિટના સંયુક્ત ઉપક્રમે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન વર્ષામેડી ગામમાં અગરિયા વિસ્તારમાં આવેલ શ્રીરામ સોલ્ટ ખાતે કરવામાં આવેલ છે. આ કેમ્પમાં જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ તાલુકા હેલ્થ ઓફિસના ડોક્ટરોની ટીમ દ્વારા દર્દીની શારીરિક તપાસ કરી સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે. આગામી તા. 24ના રોજ સવારે 10થી 2 વાગ્યા સુધી આ કેમ્પ યોજાશે. જેનો લાભ લેવા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.

- text

- text