ભારે વિવાદ વચ્ચે હળવદ કોંગ્રેસ સમિતિના પ્રમુખનું નામ જાહેર કરાયું

- text


તાલુકા કોંગ્રેસની જવાબદારી ડોક્ટર કે. એમ. રાણાને સોંપાઈ

હળવદ : હળવદ કોંગ્રેસમાં પક્ષ પ્રમુખને લઈ પાછલા એકાદ અઠવાડિયાથી ભારે વિવાદ ચાલી રહ્યો હતો. ત્યારે આખરે તાલુકા કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખની પ્રદેશ કોંગ્રેસ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જો કે નવા પ્રમુખની જાહેરાતને લઈ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. સાથે જ તાલુકા-જિલ્લા પંચાયતની ચુંટણીને ધ્યાને લઇ ૫ વ્યક્તિની કમીટીની પણ રચના કરવામાં આવી છે. જેથી, આખરી નિર્ણય કમિટીનો રહેશે નહીં કે પ્રમુખનો એમ પણ જાણવા મળી રહ્યું છે.

હળવદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જટુભા ઝાલાએ રાજીનામા ધરી દીધા બાદ નવા પ્રમુખને લઈ ભારે અટકળો વહેતી થઈ હતી. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા હળવદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદે ડોક્ટર કે. એમ. રાણાની નિમણૂક કરવામાં આવી છે. જેને લઇ ખાસ કરીને હળવદના કોંગ્રેસ કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી રહી છે. જેથી, આવતા દિવસોમાં કોંગ્રેસમાં રાજીનામા પડે તો નવાઈ નહીં?

નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરે તો મને જાણ કરજો : કગથરા

હળવદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદે નિમણૂક થતાં મૂળ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી રહી છે. જેને લઇ જિલ્લા કોંગ્રેસ અગ્રણી લલીતભાઈ કગથરાને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં લલીતભાઈએ જણાવ્યું હતું કે નવનિયુક્ત પ્રમુખ જો પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરે તો અમને જાણ કરજો. જરૂરથી પગલા લઈશું તેમ જણાવ્યું હતું.

- text

પ્રમુખ પર વિશ્વાસ ન આવ્યો તો પાંચ વ્યક્તિઓની કમિટી બનાવી : કાર્યકર્તાઓમાં ચર્ચા

તાલુકા કોંગ્રેસ પ્રમુખ પદે ડોક્ટર કે. એમ. રાણાની આજે નિમણૂક કરવામાં આવી છે. જેથી, કોંગ્રેસી કાર્યકર્તાઓ નવનિયુક્ત પ્રમુખની નિમણૂકને લઇ નારાજ છે. તેથી, તેઓની નારાજગી દૂર કરવા માટે આવનાર તાલુકા જિલ્લા પંચાયતની ચુંટણીને ધ્યાને લઇ પાંચ વ્યક્તિઓની કમિટી પણ બનાવવામાં આવી છે. જેથી, જે પણ નિર્ણય લેવાનો થાય તો પાંચ લોકોને પ્રમુખે વિશ્વાસમાં લેવા પડશે નહીં કે પોતે જે નીકળે તે આખરી હશે?? તેવી કાર્યકર્તાઓમાં ચર્ચા ચાલી રહી છે.

- text