એમ.પી.માંથી સગીરાઓનું અપહરણ કરી મોરબી આવેલ બે આરોપીઓ ઝડપાયા

- text


મોરબી : મોરબી પેરોલ ફર્લો સ્કવોડ તથા એલ.સી.બી. (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) ટીમ દ્વારા મધ્યપ્રદેશ રાજયના જાંબુઆ જિલ્લાના કોતવાલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બે અપહરણના ગુન્હામાં નાસતા ફરતા આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢવામાં આવ્યો છે.

ગઇકાલે તા. 12ના રોજ મોરબી એલ.સી.બી. સ્ટાફ તથા મોરબી પેરોલ ફર્લો સ્કવોડ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફને ખાનગી રાહે હકિકત મળેલ કે મધ્યપ્રદેશ રાજયના જાંબુઆ જિલ્લાના કોતવાલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના ગુન્હાનો નાસતો ફરતો આરોપી મુકેશ કાલીયા મોહનીયા (ઉ.વ. 24, મુળ રહે. જડેલા, તા.જી. જાંબુઆ (એમ.પી.)) હાલે રંગપર ગામ સીમ, લેવીન્જા સીરામીક કારખાનાની ઓરડીમાં ભોગ
બનનાર સાથે રહેતા હોવાની ચોકકસ હકિકત આધારે પોલીસે નાસતો ફરતો આરોપીને પકડી પાડી તથા ભોગ બનનારને શોધી કાઢેલ છે.

આ ઉપરાંત, જાંબુઆ જિલ્લાના કોતવાલી પોલીસ સ્ટેશનના નાસતા ફરતા આરોપી આકાશ ઉર્ફે રાજ જોરૂભાઇ ખરાડી (ઉ.વ. 19, રહે. બોરી, તા. જોબટ, જી.અલીરાજપુર (એમ.પી.), હાલે મોરબી, લીલાપર રોડ, વિલ્સન પેપર મીલ પાસે ઓરડીમાં, તા.જી. મોરબી)ની તપાસમાં મધ્યપ્રદેશ રાજયની જાંબુઆ પોલીસ તપાસ અર્થે આવતા તેઓની સાથે મદદમાં રહી આ ગુનાનો નાસતા ફરતા આરોપી શોધી કાઢેલ છે.

- text

આમ, એક ગુનામાં છેલ્લા દોઢેક વર્ષથી તથા બીજા ગુનામાં એકાદ માસથી સગીર વયની બાળાઓના થયેલ અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવામાં તેમજ ભોગ બનનારને શોધી કાઢવામાં મોરબી પેરોલ ફર્લો સ્કવોડ તથા એલ.સી.બી. મોરબીની ટીમને સફળતા મળેલ છે. આ આરોપીઓ તથા ભોગ બનનારને મધ્યપ્રદેશ રાજયની જાંબુઆ પોલીસને સોંપવામાં આપેલ છે.

- text