મોરબીના પોશ વિસ્તારમાં ગટરના પાણી ભરાવવાથી ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિ

- text


તંત્રની ઘોર બેદરકારીના કારણે રવાપર રોડ પર એવન્યુ પાર્ક પાસે ગટરના પાણી નદીના વહેણની જેમ રેલમછેલ થતા વાહનચાલકોને પારાવાર મુશ્કેલી

મોરબી : મોરબીમાં તંત્રના પાપે ઠેરઠેર ગટર ઉભરાવવાની સમસ્યા ઘણા સમયથી સળગતી સમસ્યા છે. ત્યારે હવે ગટરની સમસ્યાએ પોશ વિસ્તારને પણ બાનમાં લીધો છે અને મોરબીના પોશ વિસ્તારમાં ગટરના પાણી ભરાવવાથી ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે. તંત્રની ઘોર બેદરકારીના કારણે રવાપર રોડ પર એવન્યુ પાર્ક પાસે ગટરના પાણી નદીના વહેણની જેમ રેલમછેલ થતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે.

મોરબીના પોશ વિસ્તાર ગણાતા રવાપર રોડ ઉપર એવન્યુ પાર્કથી આગળ આજુબાજુના સોસાયટી વસાહત પાસે મેઈન રોડ ઉપર ભર શિયાળે ચોમાસા જેવી કપરી સ્થિતિ સર્જાઈ છે. તંત્રના પાપે અહીંયા ગટરના પાણી એટલી હદે ઉભરાઈ છે કે, ગટરના ગંદા પાણી નદીના વહેણ જેમ ફરી વળ્યાં છે. ગટરના પાણી મેઈન રોડ ઉપર ઉભરાતા આખો રસ્તો વગર વરસાદે પાણી-પાણી થઈ ગયો છે અને રસ્તા પર ગટરની ગંદકી નદીને વહેણની માફક વહી રહી છે. ગટર ઉભરાવવાના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ગંદા પાણીમાં જ ચાલવું પડે તેવી નોબત આવી છે અને લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ગટરની ગંદકીથી રોગચાળાનું જોખમ હોવાથી તંત્ર વહેલાસર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

- text

- text