મોરબી જિલ્લા બિલ્ડર્સ એસોસીએશન નવા વર્ષની પ્રથમ બેઠક 13મીએ મળશે

- text


મોરબી : મોરબી શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા એક દાયકા દરમિયાન બાંધકામ ક્ષેત્રમાં જેટ ગતિએ તેજી આવી છે. તો તેની સાથે સાથે આ ઉધોગમા અલગ અલગ સમસ્યાઓ પણ વધી છે. આ સમસ્યાઓ સરકાર સુધી કે તંત્ર સુધી રજૂ કરી તેનુ યોગ્ય સમાધાન માટે મોરબી જિલ્લા બિલ્ડર્સ એસોસીએશનની સ્થાપના કરાઈ છે. આ એસોસીએશનની વર્ષ 2020-21ની પ્રથમ મિટિંગ તા.13 ના રોજ બુધવારે સાંજે 6 વાગ્યે સ્વાગત હોલ રવાપર ચોકડી ખાતે મળશે.

- text

જેમાં વર્ષ દરમિયાન એસોસીએશનમાં આવક ખર્ચના હિસાબ રજૂ કરવા, પ્રમુખ ઉપપ્રમુખ સહિતના નવા હોદેદારોની નિમણુંક કરવા, નવા સભ્યોની નોંધણી, એસોસીએશનની કામગીરીનો અહેવાલ, તેમજ ભવિષ્ય ની કામગીરીના આયોજન બાબતે ચર્ચા થશે. મીટિંગ બાદ સભ્યો સાથે ભોજનનું પણ આયોજન કરાયું છે. આ એસોસીએશન સાથે જોડાવવા માંગતા સભ્યોનું હાલ રજિસ્ટ્રેશન ચાલુ છે. જેથી, નવા સભ્યો જોડાવવા પ્રમુખ શામજીભાઈ રંગપરિયા અને ભરતભાઇ બોપલીયાનો સંપર્ક કરવા જણાવ્યું હતું.

 

 

- text