હળવદ : પંતગના સ્ટોલમાં ચાઈનીઝ દોરીના વેચાણ મામલે સઘન ચેકિંગ

- text


વન વિભાગની ટીમે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ થાય છે કે કેમ તે અંગે પતંગના સ્ટોલમાં ચેકિંગ કર્યું

હળવદ : હળવદ શહેરમાં ઉતરાયણ નિમિતે ઠેરઠેર પતંગોના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે ત્યારે હળવદ વન વિભાગની ટુકડી આ પતંગના સ્ટોલમાં ચેકિંગ અર્થે ત્રાટકી હતી અને વન વિભાગની ટીમે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ થાય છે કે કેમ તે અંગે પતંગના સ્ટોલમાં ચેકિંગ કર્યું હતું.

હળવદ શહેરમાં ઉતરાયણ ફીવર છવાઈ ગયો છે. ઠેરઠેર રંગબેરંગી પતંગ અને દોરીના અનેક સ્ટોલ નાખવામાં આવ્યા છે. જ્યારે લોકો અને અબોલ જીવોની સલામતી માટે સરકાર દ્વારા કાતિલ ચાઈનીઝ દોરી- તુકકલ ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આમ છતાં હળવદ શહેરમાં આવેલ પતંગના સ્ટોલમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સહિતની ચાઈનીઝ વસ્તુઓનું વેચાણ થાય છે કે કેમ ? તે અંગે તપાસ કરવા હળવદની વન વિભાગની ટીમ આજે સવારથી જ પતંગના સ્ટોલ ઉપર ત્રાટકી હતી. અને સઘન ચેકિંગ કર્યું હતું. આ ચેકિંગમાં હળવદ વન વિભાગના વિષ્ણુભાઈ રબારી સહિતનો સ્ટાફ જોડાયો હતો.

- text

- text