સિરામિક ફેકટરીને પાર્સલમાં બૉમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળી, રાજકોટથી બૉમ્બ સ્ક્વોડ બોલાવાઈ

- text


ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે, તપાસનો ધમધમાટ

વાંકાનેર : વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આવેલ એક સિરામિક એકમને પાર્સલમાં બૉમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ અંગે જાણ થતા જ જિલ્લા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ છે ઉપરાંત રાજકોટથી બૉમ્બ સ્ક્વોડને પણ તાત્કાલિક બોલાવી લેવાય છે.

વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સેટમેક્સ સિરામિક નામનું એકમ આવેલું છે. અહી બાઇક ઉપર અજાણ્યા શખ્સોએ આવીને કોમ્પ્યુટર વિભાગનું પાર્સલ આવ્યું છે તેમ કહી એક પાર્સલ આપ્યું હતું. ફેક્ટરી સંચાલક વિનોદભાઈ ભાડજાએ આ પાર્સલ થોડું ખોલતા તેમાંથી બૉમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળતા એકમમાં કામ કરતા તમામ કર્મચારીઓ અને મેનેજમેન્ટના હોશ ઉડી ગયા હતા.આ મામલે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા એલસીબી, એસઓજી અને વાંકાનેર તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બાદમાં તુરંત જ રાજકોટ ખાતેની બૉમ્બ સ્કવોડને જાણ કરવામાં આવતા તે પણ ઘટના સ્થળે પહોંચવા રવાના થઈ ગઈ છે.

હાલ પોલીસ દ્વારા આ પાર્સલને અલગ રાખીને તપાસનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે. આ પાર્સલ કોને મોકલ્યો અને કેના માટે મોકલ્યો તે વિગતો મેળવવા પોલીસે સઘન તપાસ આદરી હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવની વધુ અપડેટ માટે વાંચો નીચેના ન્યુઝ

- text

સિરામિક ફેકટરીને મળેલ પાર્સલમાં બૉમ્બ હતો ! બૉમ્બ સ્ક્વોડે સલામત રીતે બ્લાસ્ટ કરીને બોમ્બને ડિફ્યુઝ કર્યો – https://morbiupdate.com/2021/01/07/morbi-ceramic-factory-bomb-diffused/

પાર્સલ આપનારે સિરામિકના માલિકને મેસેજ પણ કર્યા હતા, બેથી વધુની અટકાયત કરી પુછપરછ શરૂ કરાઈ – https://morbiupdate.com/2021/01/07/investigation-into-the-parcel-bomb-case-at-the-morbi-ceramic-factory/

- text