સિરામિક ફેકટરીને મળેલ પાર્સલમાં બૉમ્બ હતો ! બૉમ્બ સ્ક્વોડે સલામત રીતે પાર્સલને બ્લાસ્ટ કરીને ડિફ્યુઝ કર્યું

- text


વાંકાનેર : વાંકાનેર નજીક એક સિરામિક ફેકટરીમાંથી બૉમ્બ જેવી મળેલી શંકાસ્પદ વસ્તુ બૉમ્બ જેવી જ વસ્તુઓ નીકળી હતી. જેથી બૉમ્બ સ્ક્વોડે આ કર્યુંને દૂર લઈ જઈને સ્પાર્કથી બ્લાસ્ટ કરીને તેને ડીફ્યુઝ કરી નાખ્યો છે. હાલ પોલીસે તપાસનો ધમધમાટ ચલાવ્યો છે.

વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સેટમેક્સ સિરામિક નામના એકમમાંથી બૉમ્બ જેવી શંકાસ્પદ પાર્સલમાંથી મળી આવતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ છે. પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બાદમાં શંકાસ્પદ વસ્તુને ફેક્ટરીથી દૂર લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ રાજકોટથી બૉમ્બ સ્ક્વોડની ટીમ તાત્કાલિક રાજકોટથી રવાના થઈ હતી.

બૉમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવતા આ શંકાસ્પદ વસ્તુ બૉમ્બ જેવી હોવાનું સામે આવ્યું હતું. જેથી આ પાર્સલની ફરતે સિરામિક પાવડરની થેલીઓ ગોઠવી તેને સ્પાર્કથી બ્લાસ્ટ કરી દઇ તેને ડિફ્યુઝ કરી દેવામાં આવ્યો હતો. આ પાર્સલ ડિફ્યુઝ થઈ જતા પોલીસ અને ફેકટરીના કર્મચારી તથા મેનેજમેન્ટે રાહતનો શ્વાસ લીધો હતો. હાલ પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ ચલાવ્યો છે અને પાર્સલ મૂકી જનાર અજાણ્યા બાઇક ચાલકને શોધી બનાવનો સમગ્ર ભેદ ઉકેલવાની કવાયત હાથ ધરી છે.

સિરામિક ફેકટરીને પાર્સલમાં બૉમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળી, રાજકોટથી બૉમ્બ સ્કોવડ પોહચી ઘટના સ્થળે..જુઓ લાઈવ કવરેજ..01

સિરામિક ફેકટરીને પાર્સલમાં બૉમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળી, રાજકોટથી બૉમ્બ સ્કોવડ પોહચી ઘટના સ્થળે..જુઓ લાઈવ કવરેજ..02

પાર્સલ આપનારે સિરામિકના માલિકને મેસેજ પણ કર્યા હતા, બેથી વધુની અટકાયત કરી પુછપરછ શરૂ કરાઈ – https://morbiupdate.com/2021/01/07/investigation-into-the-parcel-bomb-case-at-the-morbi-ceramic-factory/

- text

- text