પાર્સલ આપનારે સિરામિકના માલિકને મેસેજ પણ કર્યા હતા, બેથી વધુની અટકાયત કરી પુછપરછ શરૂ કરાઈ

- text


સીરામીક ફેક્ટરીના માલિકને પાર્સલમાં બૉમ્બ જેવી વસ્તુ મોકલનારે એક નંબર પણ આપ્યા, તે નંબર ઉપરથી ફેકટરી માલિકને મેસેજ પણ મળ્યા હતા

વાંકાનેર : સરતાનપર રોડ ઉપરની એક સિરામિક ફેક્ટરીમાંથી બૉમ્બ જેવી વસ્તુ મળવાના પ્રકરણમાં જિલ્લા પોલીસ વડાએ એવું જણાવ્યું છે કે પાર્સલમાં કોઈ મોટી વિસ્ફોટક વસ્તુ ન હતી. અને પાર્સલ આપી જનારે એક નંબર પણ આપ્યા હતા, તે નંબર ઉપરથી ફેકટરી માલિકને મેસેજ પણ મળ્યા હતા. વધુમાં સુત્રોમાથી મળતી વિગત અનુસાર આ મામલે પોલીસે પૂછપરછ માટે બેથી વધુ લોકોની અટકાયત પણ કરી છે.

વાંકાનેર પાસે સરતાનપર રોડ ઉપર સેટમેક્સ સિરામિક નામના એકમમાંથી બૉમ્બ જેવી શંકાસ્પદ પાર્સલમાંથી મળી આવવાના બનાવમાં જિલ્લા પોલીસ વડા એસ.આર. ઓડેદરાએ જણાવ્યું કે અજાણ્યો શખ્સ વોચમેનને પાર્સલ આપી ગયો હતો. બાદમાં માલિકને પાર્સલમાં બૉમ્બ જેવી વસ્તુ દેખાતા તેને પોલીસનો સંપર્ક કર્યો હતો. બૉમ્બ સ્ક્વોડના જણાવ્યા મુજબ પાર્સલમાં કોઈ મોટી વિસ્ફોટક પદાર્થ મળ્યો નથી. હાલ એફએસએલ દ્વારા સેમ્પલ લઈ આગળની કાર્યવાહી કરવામાં આવી છે.

ફેકટરીના સિક્યુરિટી ગાર્ડને પાર્સલ આપી જનાર હિન્દી ભાષી શખ્સે પાર્સલની સાથે એક નંબર પણ આપ્યા હતા. જેનો સંપર્ક કરવાનો ફેકટરી માલિકે પ્રયત્ન પણ કર્યો હતો. અને આ નંબર ઉપરથી ફેકટરી માલિકને બેથી ત્રણ મેસેજ પણ મળ્યા હતા. આવુ જિલ્લા પોલીસ વડાએ પણ સતાવાર રીતે જણાવ્યું છે. પણ શુ મેસેજ આવ્યા અને શુ વાતચીત થઈ તે હજુ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યું નથી.

વધુમાં સુત્રોમાંથી એવી વિગતો મળી રહી છે કે પોલીસે પૂછપરછ માટે બેથી વધુ લોકોની અટકાયત પણ કરી છે. અને પાર્સલમાં કોઈ વિસ્ફોટક પદાર્થ ન હતો પણ બૉમ્બ જેવીજ બીજી વસ્તુઓ બેટરી, ઘડિયાળ વગેરે મુકવામાં આવ્યું હતું. જો વિસ્ફોટક પદાર્થ હોત તો બ્લાસ્ટ થઇ શકત. બીજી બાજુ ફેકટરી માલિકને મોબાઈલમાં મેસેજ પણ મળ્યા છે એટલે પોલીસે ખંડણીની કોઈ વાત છે કે નહીં તે બાબતે તપાસ હાથ ધરી છે.

- text

- text