પાંચ આખલાઓના શંકાસ્પદ મોત બાદ બે ગૌવંશ પર ઘાતકી હુમલો, હળવદ પંથકમાં ખળભળાટ

- text


કવાડિયા ગામે અને મિયાણી ગામે ગૌવંશ ઉપર તીક્ષ્ણ હથિયારોથી હુમલો, ગૌવંશ ઉપર સતત હુમલા થવાથી ગૌપ્રેમીઓમાં ઘગઘગતો આક્રોશ

હળવદ : હળવદ પંથકમાં પશુઓ ઉપર અત્યાચારની ઘટના સામન્ય બની હોય તેમ નરાધમો નિર્દયતાથી અબોલ પશુઓના સતત હુમલાઓ કરી રહ્યા હોવાની ઘટનાઓ વારંવાર પ્રકાશમાં આવે છે. ત્યારે હળવદ પંથકમાં વધુ બે ગામોમાં પશુઓ ઉપર અત્યાચારના બનાવો સામે આવ્યા છે. કવાડિયા ગામે અને મિયાણી ગામે ગૌવંશ ઉપર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરાયો હતો. ગૌવંશ ઉપર સતત હુમલા થવાથી ગૌપ્રેમીઓમાં ઘગઘગતો આક્રોશ જોવા મળી રહ્યો છે.

હળવદ પંથક હમણાંથી અબોલ પશુઓ ઉપર અત્યાચારથી ખળભળી ઉઠ્યું છે. રોજ દિવસ ઉગેને કોઈને કોઈ ગામમાં કે અન્ય વિસ્તારોમાં અબોલ પશુઓ ઉપર અત્યાચારની ઘટનાઓ સામે આવી રહી છે. નરાધમો જાણે બેફામ બન્યા હોય અને પોલીસ કે કાયદાનો કશો જ ડર ન હોય તેમ આ પાશવી કૃત્ય આચરી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી ખાસ કરીને વાડી વિસ્તારોમાં ચરતા ગૌવંશને ટાર્ગેટ કરવામાં આવે છે.

- text

ત્યારે આજે હળવદના નવા ઘનાળા ગામે 5 આખલાઓને કોઈએ ઝેરી પદાર્થ ખવડાવીને મોતને ઘાટ ઉતારી દીધા હોવાની ઘટના સામે આવ્યા બાદ વધુ બે ગામમાં ગૌવંશને નિશાન બનાવવામાં આવ્યા હતા. જેમાં હળવદ તાલુકાના કવાડિયા ગામે અને મિયાણી ગામે ગૌવંશ ઉપર કોઈએ તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો. આ હુમલાના બનાવોથી ગૌપ્રેમીઓ રોષે ભરાયા છે અને પોલીસ આવા તત્વો સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.

- text