વાંકાનેરના જડેશ્વર પાસે છકડો રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત : એકનું મોત, એક ગંભીર

- text


વાંકાનેર : વાંકાનેરના જડેશ્વર પાસે છકડો રિક્ષા અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત થયો છે. જેમાં એકનું મોત થયું છે અને એકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.

વાંકાનેર તાલુકાના જડેશ્વર પાસે આવેલ પીજીવીસીએલના સબ સ્ટેશન પાસે એક છકડો રીક્ષા અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત થયો છે બાઈક પર બે પરપ્રાંતિય મજૂરો હોવાની પ્રાથમિક માહિતી મળેલ છે જેમાંથી એકનું ઘટના સ્થળે મોત થયું છે અને એકની હાલત ગંભીર છે.

આ અકસ્માતમાં છકડો રીક્ષા પણ રોડથી થોડે દૂર જઇ અને પલટી ગઈ છે જયારે બાઇકનો કુર્ચો બોલી ગયો છે. અહીથી પસાર થતા અને વાડીઓમાં કામ કરતા લોકો દોડી આવ્યા હતા. બચાવમાં આવેલા લોકોમાંથી કોઇએ 108ને ફોન કર્યા હતો અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યાની માહિતી મળેલ છે.

- text

- text