મોરબીમાં સૌપ્રથમ દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ બની કેન્દ્ર સરકાર દ્વારા પ્રમાણિત ‘ફિટ ઇન્ડિયા’ સ્કૂલ

- text


મોરબી : ભારત સરકાર તથા ખેલ મંત્રાલય દ્વારા આયોજિત ‘ફિટ ઇન્ડિયા’માં સમગ્ર મોરબી જિલ્લામાં એકમાત્ર દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ-મોરબી એ ભાગ લઇ મોરબી જિલ્લાની સર્વ પ્રથમ ફિટ ઇન્ડિયા પ્રમાણિત શાળા બની ગઈ છે.

દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ ખાતે સવારની પ્રાર્થના ઓનલાઇન નિયમિત રૂપે થતી હોય છે અને આ ઓનલાઇન પ્રાર્થના દરમિયાન જ ફિટ ઇન્ડિયા અઠવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના વિદ્યાર્થીઓ એ વિવિધ રમતગમતની પ્રવૃતિઓમાં ઓનલાઇન ભાગ લીધો હતો. જેમાં વિદ્યાર્થીઓએ યોગાસન, અરોબીક્સ, પોડકાસ્ટ, ફન ગેમ્સમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

- text

આજે તા. 26ના રોજ સ્વર્ણિમ ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. અર્જુનસિંહ રાણા એ સમાપન સમારોહમાં ઓનલાઇન હાજર રહીને શાળાનું તેમજ મોરબીનું ગૌરવ વધાર્યું છે. પોતાના વક્તવ્યમાં ડો. રાણાએ વિદ્યાર્થીઓને, વાલીઓને તેમજ શિક્ષકોને નિયમિત રૂપે શારીરિક વ્યાયામ કરવાની સોનેરી સલાહ આપી હતી. તેમને શાળાના આચાર્ય મિલિન્દ કાલુસ્કર તેમજ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આ પ્રકારના અદભુત કાર્યક્રમના આયોજન બદલ બિરદાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ફિટ ઇન્ડિયા અઠવાડિયાની ઉજવણી દરમિયાન દરરોજ અલગ-અલગ મહેમાનોએ વિદ્યાર્થીઓને ફિટનેસ અંગે માર્ગદર્શિત કર્યા હતા.

- text