MCX ડેઈલી રિપોર્ટ : પ્રથમ સત્રમાં રૂ. 28,295 કરોડનું ટર્નઓવર, સીપીઓમાં નરમાઈનો માહોલ

- text


સોનાના વાયદાના ભાવમાં મિશ્ર વલણ, ચાંદીમાં વૃદ્ધિ : રૂ (કોટન)નો વાયદો રૂ.૫૮૦ અને કપાસનો વાયદો રૂ.૩૨ ગબડ્યો : ક્રૂડ તેલમાં ઘટાડો : મેન્થા તેલમાં સુધારાનો સંચાર

મુંબઈ : વિવિધ કોમોડિટી વાયદા, ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૪,૩૩,૩૩૨ સોદામાં રૂ.૨૮,૨૯૫.૭૦ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોનાના વાયદાના ભાવમાં મિશ્ર વલણ હતું, જ્યારે ચાંદીમાં વૃદ્ધિ વાયદાના ભાવમાં થઈ હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંને ઘટી આવ્યા હતા. કૃષિ કોમોડિટીઝમાં રૂ (કોટન)નો વાયદો ગાંસડીદીઠ રૂ.૫૮૦ અને કપાસનો વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૩૨ ગબડ્યો હતો. મેન્થા તેલમાં સુધારાના સંચાર સામે સીપીઓમાં નરમાઈનો માહોલ હતો.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૩૪૧૭૯૭ સોદાઓમાં રૂ.૧૯૧૬૭.૩૬ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૦૫૧૫ ખૂલી, ઊપરમાં રૂ.૫૧૦૦૯ અને નીચામાં રૂ.૪૯૭૧૨ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૫ વધીને રૂ.૫૦૩૩૯ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૪ ઘટીને ૮ ગ્રામદીઠ રૂ.૪૦૨૨૪ અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૫ ઘટીને ૧ ગ્રામદીઠ રૂ.૫૦૧૩ થયા હતા, જ્યારે સોનું-મિની જાન્યુઆરી વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૩૪ ઘટીને બંધમાં રૂ.૫૦૦૬૬ ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૮૯૫૮ ખૂલી, ઊપરમાં રૂ.૭૧૬૫૦ અને નીચામાં રૂ.૬૫૬૦૪ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૦૫ વધીને રૂ.૬૮૨૧૨ બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી રૂ.૩૦૭ વધીને રૂ.૬૮૧૭૧ અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી રૂ.૩૦૭ વધીને રૂ.૬૮૧૬૭ બંધ રહ્યા હતા.

એનર્જી સેગમેન્ટમાં કુલ ૪૯૦૨૩ સોદાઓમાં રૂ.૨૨૯૧.૬૮ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૩૫૩૫ ખૂલી, ઊપરમાં રૂ.૩૫૫૪ અને નીચામાં રૂ.૩૪૩૨ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૫૨ ઘટીને રૂ.૩૪૬૬ બંધ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝમાં ૪૪૬૩ સોદાઓમાં કુલ રૂ.૪૯૦.૫૨ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન ડિસેમ્બર વાયદો ગાંસડીદીઠ રૂ.૨૦૫૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૦૫૦૦ અને નીચામાં રૂ.૧૯૯૧૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૫૮૦ ઘટીને રૂ.૧૯૯૮૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૯૩૨.૬ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૧.૩ ઘટીને બંધમાં રૂ.૯૨૫.૧ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૯૯૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૦૧૮.૨ અને નીચામાં રૂ.૯૯૨.૧ રહી, અંતે રૂ.૧૦૦૭.૧ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૨૦૪ ખૂલી, ઊપરમાં રૂ.૧૨૦૪ અને નીચામાં રૂ.૧૧૭૨.૫ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૨ ઘટીને રૂ.૧૧૭૬.૫ ના સ્તરે બંધ રહ્યો હતો.

- text

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૫૨૬૬૪ સોદાઓમાં કુલ રૂ.૬૯૫૯.૫૬ કરોડ ની કીમતનાં ૧૩૭૮૦.૨૫ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૨૮૯૧૩૩ સોદાઓમાં કુલ રૂ.૧૨૨૦૭.૮૧ કરોડ ની કીમતનાં ૧૭૬૨.૪૩ ટન, ક્રૂડ તેલમાં ૬૬૬૦ સોદાઓમાં રૂ.૪૩૮.૩૨ કરોડનાં ૧૨૫૪૮૦૦ બેરલ્સ, કોટનમાં ૧૮૮૭ સોદાઓમાં રૂ.૧૪૫.૧૭ કરોડનાં ૭૧૪૦૦ ગાંસડી, સીપીઓમાં ૨૪૩૩ સોદાઓમાં રૂ.૩૩૬.૦૨ કરોડનાં ૩૬૦૫૦ ટન, મેન્થા તેલમાં ૬૭ સોદાઓમાં રૂ.૭.૫૦ કરોડનાં ૭૪.૫૨ ટન, કપાસમાં ૭૬ સોદાઓમાં રૂ.૧.૮૩ કરોડનાં ૩૦૮ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૪૮૮૫.૮૪૯ કિલો, ચાંદીના વાયદાઓમાં ૫૪૭.૮૩૨ ટન, ક્રૂડ તેલમાં ૧૪૯૪ બેરલ્સ, કોટનમાં ૧૦૨૪૭૫ ગાંસડી, સીપીઓમાં ૯૭૫૪૦ ટન, મેન્થા તેલમાં ૧૫૨.૨૮ ટન અને કપાસમાં ૫૪૮ ટનના સ્તરે રહ્યો હતો.

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૫૧૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૬૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૭૩૨ અને નીચામાં રૂ.૪૨૩.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૫૩૨.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૫૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૪૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૦૩૮ અને નીચામાં રૂ.૩૨૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૬૫૯.૫ બંધ રહ્યો હતો. ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૭૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૩૯૧૭ ખૂલી, ઊપરમાં રૂ.૪૫૫૯.૫ અને નીચામાં રૂ.૨૩૫૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૧૩૭.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૭૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૨૫૫ અને નીચામાં રૂ.૩૬૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૮૨૨.૫ બંધ રહ્યો હતો.

તાંબાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં પુટ ઓપ્શન્સમાં રૂ.૫૮૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો ડિસેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૦.૦૧ ખૂલી, ઊપરમાં રૂ.૦.૧ અને નીચામાં રૂ.૦.૦૧ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૦.૦૫ બંધ રહ્યો હતો. ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૩૬૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૨૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૪૦ અને નીચામાં રૂ.૧૦૨.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૧૮.૨ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૩૫૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જાન્યુઆરી કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૨૫.૮ અને નીચામાં રૂ.૧૪૩.૩ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૦૪.૮ બંધ રહ્યો હતો.

- text