મોરબીમાં આધારકાર્ડ કૌભાંડમાં બેંકની સંડોવણી ખુલશે તો બ્લેક લિસ્ટ કરાશે

- text


 

આધારકાર્ડના નામે ગેરકાયદે ઉધરાણા મામલે યુનિયન બેન્કનો ખુલાસો માંગ્યો : આધારકાર્ડ કાઢવામાં બૅંકની સિસ્ટમનો ઉપયોગ થયાના ઘટસ્ફોટ બાદ મામલતદારે ઊંડી તપાસ હાથ ધરી

મોરબી : મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં થોડા દિવસો પહેલા આધારકાર્ડ કઢાવવામાં ગેરકાયદે નાણાંના ઉધરાણાનો મામલો તંત્રની ધ્યાને આવ્યો હતો.જેમાં આધારકાર્ડ દીઠ રૂ.350 ની રકમ પડાવાતી હોવાનું સામે આવ્યું હતું.બાદમાં આ આધારકાર્ડ કાઢવામાં યુનિયન બૅંકની સિસ્ટમનો ઉપયોગ થતો હોવાનો પણ ઘટસ્ફોટ થયો હતો.આથી મામલતદારે આ દિશામાં ઉડી તપાસ હાથ ધરી છે અને આ મામલે બૅંકનો ખુલાસો માંગ્યો છે.

- text

મોરબીના ઘુંનડા ગામે અમુક લોકો દ્વારા આધારકાર્ડનું કેન્દ્ર ખોલીને લોકો પાસેથી આધારકાર્ડ દીઠ રૂ.350 પડાવાતા હોવાની ગ્રામજનોની ફરિયાદના પગલે તંત્ર ચોકયું હતું અને તપાસ કરાતા આધારકાર્ડની.કીટ કે આધાર પુરાવા ન હોવા છતાં આધારકાર્ડ કઢાવવાના નામે રૂ.350 ની વસુલાત કરવામાં આવતી હતી.આ આધારકાર્ડ કાંડનો પર્દાફાશ થયા બાદ જે તે સમયે જ તંત્ર તાત્કાલિક અસરથી આ આધારકાર્ડ કેન્દ્ર બંધ કરાવી દીધું હતું અને તંત્રએ મામલતદારને આ સમગ્ર કૌભાંડ અંગે તપાસ કરવાના આદેશ આપ્યા હતા.ત્યારે આ અંગે ગ્રામ્ય મામલતદાર ડી.જે.જાડેજાએ જણાવ્યું હતું કે , આધારકાર્ડ કાઢવામાં યુનિયન બૅંકની સિસ્ટમનો ઉપયોગ કરાતો હોવાનું ધ્યાને આવ્યું છે.આ બૅંકની કીટનો આધારકાર્ડના કૌભાંડમાં ઉપયોગ થયો કે કેમ તે અંગેની ખરાઈ કરવા હાલ બૅંકને પત્ર લખીને ખુલાસો માંગ્યો છે.આ ખુલાસો આવ્યા બાદ મામલતદાર કલેકટરને રિપોર્ટ કરશે.અને તંત્ર દ્વારા યુઆઈડીઆઈને રિપોર્ટ કરશે, જો બૅંકની સંડોવણી ખુલશે તો તેને બ્લેક લિસ્ટ કરવામાં આવી શકે છે.

- text