મોરબીમાં જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા બે ઝડપાયા

- text


 

 

મોરબી : મોરબીમાં પોલીસે જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા બેને ઝડપી લીધા હતા.આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર પોલીસે બાતમીના આધારે ગઈકાલે તા.૧૯ ના રોજ મોરબીના ગાંધીચોક પાસે જૈન દેરાસર વાળા રોડ ઉપર જાહેરમા ચલણી નોટોના નંબર ઉપર રૂપિયાની હારજીતનો નશીબ આધારીત નોટ નંબરીનો જુગાર રમતા આરોપીઓ અકબરભાઇ ઇબ્રાહીમભાઇ શાહમદાર અને મનીષભાઇ ઉર્ફે મુનો મહાદેવભાઇ મહાલીયાને જુદા જુદા દરની ભારતીય ચલણી નોટો કુલ રોકડા રૂ.૧૦૫૦ના મુદામાલ ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text